પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખોરાસામાં સગર્ભા માતાઓ માટે નિદાન કેમ્પ યોજાયો,
સગર્ભા બહેનોને ન્યુટ્રીશન કીટ વિતરણ કરવામાં આવ્યું
સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખોરાસામાં સગર્ભા માતાઓ માટે નિદાન કેમ્પ યોજાયો હતો.માળિયાહાટીના તાલુકામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી જૂનાગઢ અને તાલુકા હેલ્થ ઓફિસર માળિયા ડો.ડાભી ના માર્ગદર્શન હેઠળ સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન કાર્યક્રમ અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખોરાસામાં સગર્ભા માતાઓ માટે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જૂનાગઢના સ્ત્રી રોગ નિષ્ણાંત ડો.સંજય બારીયા દ્વારા ૮૫ સગર્ભા બહેનોનું સ્ક્રીનીંગ અને પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી.સગર્ભાવસ્થા દરમિયાન રાખવાની થતી કાળજીઓ વિશે સમજણ આપવામાં આવી હતી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખોરસાના મેડિકલ ઓફિસર ડો.દીપક વાઢેર દ્વારા સગર્ભા બહેનોને ન્યુટ્રીશન કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.સાથે સાથે ૧૨૫ જેટલી તરુણીઓનું હિમોગ્લોબીન વજન, ઊંચાઈ અને આરોગ્ય તપાસની કામગીરી કરવામાં આવી હતી.તેમજ આરોગ્ય કર્મચારીઓ દ્વારા પોષણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ