સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડ સમગ્ર ગુજરાતમાં નિવૃત ફૌજીઓનુ ઘરે જઈને સન્માન કરવામાં આવી રહયુછે ત્યારે કેશોદ શહેર અને તાલુકાના નિવૃત ફૌજીઓએ સંકલન કરી કેશોદના બાપા સીતારામ મંદિરે નિવૃત ફૌજીઓ નું સન્માન કાર્યક્રમ યોજાયો હતો જેમાં કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ અને સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં કેશોદ શહેર તાલુકાભરના નિવૃત ફૌજીઓનુ કુમકુમ તિલક કરી ફુલહાર અને સાલ ઓઢાડી મીઠાઈ ખવડાવી સન્માનિત કરવામાં આવ્યા હતા નિવૃત ફૌજીઓ એ ભારત માતાને સલામ કરી ભારમ માતાકી જય વંદે માતરમના નારા સાથે દેશપ્રેમ વ્યક્ત કર્યો હતો નિવૃત ફૌજીઓ એ તેમની દેશ સેવા ફરજ દરમિયાન કેવી તકલીફો વેઠવી પડે તેના અનુભવ રજુ કર્યા હતા નિવૃત ફૌજીઓના સન્માન કાર્યક્રમ પ્રસંગે એક નિવૃત ફૌજીના પુત્ર ફૌજીના ડ્રેસમાં હાજર રહી ભારત માતાને સલામ કરી દેશપ્રેમ વ્યક્ત કર્યો હતો જે બાળ યુવાને ઉપસ્થિત સૌનુ મન મોહી લીધું હતુ ત્રણ દિવસ ચાલનાર નિવૃત ફૌજીઓના સન્માન કાર્યક્રમ સમગ્ર ગુજરાતમાં નિવૃત ફૌજીઓનુ સન્માન કરી નિવૃત ફૌજીઓ ને બિરદાવી રહયાછે
રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ