NAVSARINAVSARI CITY / TALUKO
નવસારી ખાતે નૈસર્ગિક એન્ડ્રોઈડ એપ્લિકેશનનું લોન્ચિંગ તેમજ પ્રાકૃતિક વેચાણ બજાર કેન્દ્રનું ઉદ્ઘાટન મંત્રીશ્રી સી.આર. પાટીલના હસ્તે કરાયો..
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
જિલ્લા વહીવટી તંત્ર અને નવસારી મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે કેન્દ્રીય જળ શકિ્ત મંત્રીશ્રી સી.આર.પાટિલના હસ્તે પ્રાકૃતિક વેચાણ બજાર કેન્દ્રનું ઉદ્ઘાટન તથા નૈસર્ગિક એન્ડ્રોઈડ એપ્લિકેશનનું લોન્ચિંગ કરવામાં આવ્યું.નગરજનોને પ્રાકૃતિક ખેત પેદાશો ઘર આંગણે મળી રહે એ હેતુથી જીલ્લા પંચાયત નવસારી અને નવસારી મહાનગર પાલિકાના સંયુક્ત ઉપક્રમે આયોજિત “પ્રાકૃતિક વેચાણ બજાર”ને કેન્દ્રિય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલ સાહેબ ના વરદ હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું. તેમજ પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ અર્થે તથા પ્રાકૃતિક કૃષિ માટેના જરૂરી આયામો જેવા કે જીવામૃત, ઘનજીવામૃત, નિમાસ્ત્ર, દશપર્ણ અર્ક વગેરેની ઓનલાઈન માંગણી અર્થે વિકસાવેલ”નૈસર્ગિક એન્ડ્રોઇડ એપ”નું લોકાર્પણ કરવામાં આવ્યું..