વાત્સલ્યમ સમાચાર
ડાંગ
મોન્સૂન ફેસ્ટિવલ-2025 સાપુતારા ખાતે જનમેદની ભેગી કરવા માટે કરવામાં આવેલ હુકમને તાત્કાલિક રદ કરવામાં આવે તેવી માંગ સાથે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિનાં આઇ. ટી.સેલ પ્રમુખ મનીષ મારકણાએ જિલ્લા કલેકટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યુ છે. ડાંગ જિલ્લો 98% આદિવાસી વિસ્તાર ધરાવતો જિલ્લો છે.હાલમાં સાપુતારા ખાતે મેઘ મલ્હાર મોન્સૂન ફેસ્ટિવલ-2025નું આયોજન ડાંગ જિલ્લા પ્રશાસન દ્વારા કરવામાં આવેલ છે.જેનો હેતુ સાપુતારાને ટુરીઝમ તરીકેનાં વિકાસ માટેનો છે.જેથી બહારનાં રાજ્યના લોકો આ ગુજરાતનાં આખો કા સાપુતારાને નજીકથી ઓળખે જે ખુબજ સારી બાબત છે.જેથી ડાંગના સ્થાનિક લોકોને અને નાના-મોટા વેપારીને રોજગાર મળશે.અને આ મેઘ મલ્હાર મોન્સૂન ફેસ્ટિવલ-2025માં અન્ય જિલ્લા, રાજ્યના લોકો મુલાકાત લેશે તો સાપુતારા ટુરિઝમ તરીકે વિકાસમાન થશે પરંતુ આ સાપુતારાને ટુરિઝમ તરીકે વિકસાવવાને બદલે ડાંગ જિલ્લા પ્રશાસન દ્વારા આ મેઘ મલ્હાર મોન્સૂન ફેસ્ટિવલ-2025માં જનમેદની (માણસો એકઠા) કરવા માટે ડાંગ જિલ્લાનાં 311 ગામડાઓમાંથી લોકોને સાપુતારા મેઘ મલ્હાર મોન્સૂન ફેસ્ટિવલ-2025 માં લઈ જવા માટે GSRTC ની બસો અને તલાટી કમ મંત્રીઓ અને GRS અને સુપરવાઈઝર અને રૂટ સુપરવાઈઝરની નિમણુંક કરી ને 50 થી 100 માણસોનો ટાર્ગેટ આપવા આવેલ છે.વહીવટી તંત્રનાં કર્મચારીઓને ઓફિસની કામગીરી સોંપવાના બદલે ડાંગ જિલ્લાનું પ્રશાસન પોતાની વાહવાહી લૂંટવા માટે આવા નાટક કરી રહ્યુ છે. ડાંગ જિલ્લામાં લોકોનાં ગ્રામ પંચાયતમાં કામ પુરા થતા નથી.અને તલાટીકમ મંત્રીની ભરતી કરવાનાં બદલે ડાંગ જિલ્લાના લોકો તલાટી કમ મંત્રીનાં અભાવે હેરાન પરેશાન થઈ રહી છે.અને વધુમાં ડાંગ જિલ્લામાં ગ્રુપ ગ્રામ પંચાયત 100 જેટલી છે.જેમા અંદાજે 30 જેટલા તલાટી કમમંત્રીઓ છે.અહી 1 તલાટી કમ મંત્રીનાં ફાળે અંદાજે 3 થી 4 ગ્રામ પંચાયત ચાર્જ સાથે રેગ્યુલર અને રેવન્યુની કામગીરી આવે છે.પંચાયત તલાટીને આપવાથી કામનું ભારણ અતિશય હોઈ તો આવા ફેસ્ટિવલ કાર્યક્રમનાં બદલે ગ્રામ પંચાયત પર હાજર રહી લોકોના કામ જ કરે જેથી ડાંગ જિલ્લાની જનતા ડાંગ જિલ્લા વહીવટી તંત્રની વાહવાહી કરે.આ બાબતને ધ્યાનમાં લઈ ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપેલ આદેશ તાત્કાલિક રદ કરવામાં આવે એવી માંગ કરવામાં આવી રહી છે.જો આ આદેશને રદ કરવામાં નહિ આવે તો ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તમામ બસને રોકી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે…