CHHOTA UDAIPURGUJARATNASAVADI
છોટાઉદેપુર નગરપાલિકા ચૂંટણીના મતદાન મથકની મુલાકાત લેતા જિલ્લા ચૂંટણી અધિકારી ગાર્ગી જૈન
મૂકેશ પરમાર,, નસવાડી
સ્થાનિક સ્વરાજની ચૂંટણી ૨૦૨૫, સમગ્ર રાજયમાં ૬૬ નગરપાલિકાના ૪૬૧ વોર્ડની ૧૮૪૪ બેઠકો પર ૧૬મી ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ મતદાન થનાર છે.સ્થાનિક સ્વરાજની ચૂંટણી-૨૦૨૫માં છોટાઉદેપુર નગરપાલિકાના ૭ વોર્ડની ૨૮ બેઠકો ૯૯ ઉમેદવારોએ ઉમેદવારી નોધાવી.છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા મતદાન દિનને ધ્યાનમાં રાખીની પૂરજોષમાં કામગીર કરવામાં આવી રહી છે.
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ગાર્ગી જૈનને સરકારી પોલીટેકનીક છોટાઉદેપુર ખાતેના સ્ટ્રોંગ રૂમની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત EVM મશીન વિશેની માહિતી મેળવી હતી.છોટાઉદેપુર નગરપાલિકાના મતદાન મથક મુલાકાત લઇ અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો આપ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ઇમ્તિયાઝ શેખ, નિવાસી અધિક કલકેટરશ્રી શૈલેષ ગોકલાણી, પ્રાંત અધિકારીશ્રી વિમલ બારોટ, મામલતદાર છોટાઉદેપુર, નગરપાલિકા ચીફ ઓફિસર સ્થાનિક સ્વરાજની ચૂંટણી સાથે જોડાયેલા અધિકારીશ્રી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
