વાત્સલ્યમ્ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્ર, ખાનપુર ખાતે “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયત નવસારી ઉપ પ્રમુખશ્રી અંબાબેન માહલા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી નવસારી ડો. રાજેન્દ્ર રંગુનવાલા, RCHOશ્રી, ADHOશ્રી, DTOશ્રી, EMOશ્રી નવસારી, તેમજ સરસ્પંચશ્રી ખાનપુર સહિતના વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. રાજેન્દ્ર રંગુનવાલાએ “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાન અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવનાર વિવિધ પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં ADHO, નવસારી ડો. મયંક ડી. ચૌધરી દ્વારા સ્વાગત પ્રવચન કરી કાર્યક્રમ અંગે જાણકારી આપવામાં આવી હતી. આ સાથે અંબાબેન માહલાએ જિલ્લા આરોગ્ય વિભાગના કાર્યને બિરદાવતાં સૌને તંદુરસ્ત જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીઓ, પદાધિકારીઓ, ગ્રામજનો તથા લાભાર્થીઓએ માનનીય પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.