જીએમએસ ક્લાસ-2 એસોસિએશન ગુજરાત રાજ્યના પ્રમુખ તરીકે સાબરકાંઠાના ડોક્ટર ગજેન્દ્રસિંહ ગઢવી ની સર્વાનુમતે વરણી…
સાબરકાંઠા…
જીએમએસ ક્લાસ-2 એસોસિએશન ગુજરાત રાજ્યના પ્રમુખ તરીકે ડોક્ટર ગજેન્દ્રસિંહ ગઢવી ની સર્વાનુમતે વરણી…
સાબરકાંઠાના ઇડર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર ગજેન્દ્રસિંહ ગઢવીને ગુજરાત રાજ્ય મથકે વધુ એક જવાબદારી સોંપવામાં આવી છે. બરોડા ખાતે ગુજરાત ડોક્ટર એસોસિએશનની કારોબારી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ગુજરાત રાજ્યમાંથી એસોસિએશન સાથે જોડાયેલા ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા કારોબારી મિટિંગમાં ગુજરાત રાજ્યના પ્રમુખ તરીકે ગજેન્દ્રસિંહ ગઢવી ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. GMS ક્લાસ-2 ડોક્ટર એસોસિએશન માં ગુજરાત રાજ્યના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપતા સમગ્ર ગુજરાત રાજ્ય સહિત સાબરકાંઠાના ઇડરમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે. ઈડર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને સેવા આપનાર ડોક્ટર ગજેન્દ્રસિંહ ગઢવી ને પ્રમુખ પદે ની જવાબદારીઓ મળતા સ્થાનિકો સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાંથી શુભેચ્છાઓ મળી રહી છે…
જયંતિ પરમાર સાબરકાંઠા