GUJARATJUNAGADHKESHOD

મકરસંક્રાતિના તહેવાર સબબ ચાઇનિઝ/પ્લાસ્ટિક દોરીના ઉપયોગના લીધે માણસો તથા પશુ-પંખીના જાનનું જોખમ રહેલ હોય જે જાણવા છતા વેચાણ કરે તે પહેલા એક ઇસમને રીલ નંગ-૨૫ કિ.રૂ. ૭૫૦૦/- મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડતી કેશોદ પોલીસ

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી નીલેશ જાંજડીયા સાહેબ, તથા પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબ નાઓની સુચના અનુસાર તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી બી.સી.ઠક્કર સાહેબ, કેશોદ વિભાગ કેશોદ, ના માર્ગદર્શન હેઠળ આગામી સમયમાં મકરસંક્રાતિના તહેવાર આવતો હોય જે અનુસંધાને શહેરમાં ચાઇનિઝ/પ્લાસ્ટિક દોરી જે દોરીના ઉપયોગના લીધે માણસો તથા પશુ-પંખીના જાનનું જોખમ રહેલ હોવાનું જાણવા છતા દોરાનું વેચાણ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા જણાવેલ હોય જે અન્વયે કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર બી.બી.કોળી નાઓએ ચાઇનિઝ/પ્લાસ્ટિક દોરી નું વેચાણ કરતા ઇસમો ને પકડી પાડવા માટે કેશોદ પોલીસ સ્ટાફને અલગથી બ્રીફીંગ કરી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ કરવા સુચના આપેલ જે સબબ પો.હેડ.કોન્સ. કિરણભાઇ જીવાભાઇ ડાભી તથા પો.કોન્સ. કરણ હમીરભાઇ ભાટીયા તથા પો.કોન્સ રવિભાઇ જગદિશભાઇ ધોળકીયા તથા પો.કોન્સ. અજયસિંહ કલ્યાણસિંહ ચુડાસમા તથા પો.કોન્સ.વિનયસિંહ કાળુભાઈ સીસોદીયા નાઓ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.હેડ.કોન્સ કિરણભાઇ જીવાભાઇ ડાભી તથા પો.કોન્સ. રવી જગદીશભાઇ ઘોળકીયા નાઓને સંયુકત રાહે બાતમી હકીકત મળેલ કે, કેશોદ આંબાવાડીમા મેઇન રોડ ઉપર સારથી નાઇટવેરમાં મયુરભાઇ જયપ્રકાશભાઇ પારવાણી ચાઇનિઝ/પ્લાસ્ટિક દોરી રાખી વેચાણ કરે છે જે હકિકત આધારે સદરહુ દુકાને રેઇડ કરતા દુકાનના ટેબલમાં એક કપડાનો થેલો પડેલ હોય જે ખોલી જોતા અલગ અલગ કંપનીના ચાઇનિઝ/પ્લાસ્ટિક દોરી ની રીલ મળી આવેલ જે થેલામાથી બહાર કાઢી ગણી જોતા રીલ નંગ-૨૫ મળી આવેલ જે એક નંગની કિં.રૂ.૩૦૦/- લેખે કુલ રૂ.૭૫૦૦/- નો મુદ્દામાલ મળી આવતા મજકુર સાધે ધોરણસરની કાર્યવાહી કરી અટક કરવામાં આવેલ છે.

રિપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!