GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટની ખાનગી શાળામાં વાલી સંમેલનમાં મતદાન જાગૃતિ અર્થે વિવિધ કાર્યક્રમો યોજાયા

તા.૨૯/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

ચૂંટણી પંચની વિવિધ એપની જાણકારી, વોટ જંક્શન, મહેંદી વગેરે અનેક કાર્યક્રમોથી મોટી સંખ્યામાં વિદ્યાર્થી-વાલીને કરાયા જાગ્રત

Rajkot: લોકસભા ચુંટણી ૨૦૨૪માં મતદાતાઓ ઉત્સાહભેર મતદાન કરે તે માટે સ્વીપ (સિસ્ટમેટિક વોટર્સ પાર્ટીસિપેશન એન્ડ ઇલેક્ટોરાલ પાર્ટીસિપેશન- SVEEP) અંતર્ગત જિલ્લા વહીવટીતંત્રના દિશાનિર્દેશ અનુસાર અનેક રીતે મતદાતા જાગૃતિના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એ જ શૃંખલામાં ધોળકિયા સંકુલ ખાતે યોજાયેલ પેરેન્ટ્સ કોન્કલેવ અને ફન ફેર અંતર્ગત ત્રણ દિવસ સુધી સતત અલગ અલગ પ્રવૃત્તિઓ વચ્ચે મતદાતા જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

શાળા ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થિઓ અને તેમના વાલીઓને વિવિધ મનોરંજક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓ દ્વારા અચૂક મતદાન કરવાની પ્રેરણા આપવામાં આવી હતી. મતદારોને મતદાન માટે પ્રતિબદ્ધ કરતી વિવિધ સ્કીટ (નાટિકા) રજૂ કરવામાં આવી હતી, તેમજ સ્વિપના વિવિધ ગીતો દ્વારા પણ સૌને જાગ્રત કરાયા હતા. વધુમાં વોટ જંક્શન, સિગ્નેચર ડ્રાઇવ વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું અને મહેંદી, ટેટૂ, નખ પર પેઇન્ટિંગ વગેરે સર્જનાત્મક સ્પર્ધાઓ પણ યોજાઇ હતી. કાર્યક્રમમાં ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરાયેલની વિવિધ એપ જેવી કે સી – વીજીલ, સક્ષમ વગેરે એપની જાણકારી આપવામાં આવી હતી. વિદ્યાર્થી – વાલીઓને મતદાન માટે શપથ પણ લેવડાવવામાં આવ્યા હતાં.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!