GUJARATHALOLPANCHMAHAL

હાલોલ તાલુકાના સાથરોટા ગામે વિકસિત સંકલ્પ યાત્રા નું સ્વાગત કરી કાર્યક્રમ યોજાયો

રિપોર્ટર.કાદિર દાઢી. હાલોલ 

તા.૧૧.૧૨.૨૦૨૩

હાલોલ તાલુકા સહિત સમગ્ર રાજ્યમાં ભ્રમણ કરી જન જન સુધી સરકારની તમામ લાભકીય જન કલ્યાણ કારી યોજનાના લાભોની માહિતી પહોંચાડતી વિકસિત સંકલ્પ યાત્રા હાલોલ તાલુકાના સાથરોટા ગામે આવી પહોંચતા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું હાલોલ તાલુકા પંચાયત નાં પ્રમુખ ની ઉપસ્થિતિમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.ત્યારબાદ હાલોલ તાલુકાના સાથરોટા ગામ પંચાયત ખાતે વિકસિત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં સરકારની કેટલીક જન કલ્યાણકારી યોજનાઓના લાભ સ્થળ પર ઉપસ્થિત રહેલ ગ્રામ્ય વિસ્તારની પ્રજાને ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.આ યોજાયેલ કાર્યક્રમ માં હાલોલ તાલુકા પંચાયતના પ્રમુખ કનુભાઈ રાઠોડ, તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રવિણસિંહ પરમાર, હાલોલ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મહેન્દ્રસિંહ ચાવડા, હાલોલ તાલુકા વિસ્તરણ અધિકારી સુખરામભાઈ તડવી તેમજ સાથરોટા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી જશવંતસિંહ ડામોર સહિત સરપંચ,ઉપસરપંચ,સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા અને સ્થાનિક જન કલ્યાણકારી યોજના ના લાભાર્થીઓને તેઓના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!