JUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢની વિદ્યાર્થીનીઓએ “યોગ” દ્વારા માનવ સાંકળ બનાવી મતદાનનો સંદેશ રજૂ કર્યો

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : શહેરની ગર્લ્સ હાઇસ્કુલની વિદ્યાર્થીનીઓએ વોટ ફોર જૂનાગઢની હ્યુમન ચેન તેમજ યોગ નિદર્શનના માધ્યમથી મતદાન જાગૃતિનો સંદેશો આપ્યો હતો.
જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ રાણાવસિયાના માર્ગદર્શનમાં મતદાન જાગૃતિના અનેકવિધ કાર્યક્રમો થકી લોકોને મતદાન કરવા પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે જૂનાગઢ ગર્લ્સ હાઇસ્કુલ ખાતે વિદ્યાર્થીનીઓએ વોટ ફોર જૂનાગઢની માનવ સાંકળ દ્વારા મતદાન જાગૃતિનો પ્રેરક સંદેશો આપ્યો હતો. આ સાથે જ યોગનિદર્શન પણ રજૂ કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત શાળાની વિદ્યાર્થીઓને તેમના માતા-પિતા તેમજ આજુબાજુમાં રહેતા પરિવારજનોને પણ મતદાન માટે પ્રોત્સાહિત કરવા અનુરોધ કર્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમ સ્વીપ નોડલ ઓફિસર શ્રી લતાબેન ઉપાધ્યાયના માર્ગદર્શનમાં યોજાયો હતો. આ તકે જૂનાગઢ જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા, જીગ્નેશભાઈ મહેતા, શાળાના સ્ટાફગણ, અને યોગ કોચ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!