BODELICHHOTA UDAIPURGUJARAT

છોટાઉદેપુર તથા પંચમહાલ જીલ્લામાંથી વાહન ચોરીના કુલ-૦૪ ગુનાઓનો ભેદ ઉકેલી એક બોલેરે ગાડી તથા ત્રણ મોટર સાઇકલ સાથે વાહન ચોરને ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ…

આજ રોજ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે, બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારના વાઘવા ગામેથી ચોરાયેલ સિલ્વર કલરની મહિન્દ્રા બોલેરો ફોર વ્હીલર ગાડી લઇને એક ઇસમ લેહવાંટ ગામ તરફથી છોટાઉદેપુર તરફ આવી રહેલ છે, જે હકીકત આધારે છોટાઉદેપુર ડોન બોસ્કો સ્કુલ પાસે વોચ નાકા બંધી કરી બોલેરો ગાડી સાથે ચાલકને પકડી પાડી ગાડીની માલીકી અંગે આધાર-પુરાવો માંગતા તેની પાસે કોઇ આધાર પુરાવો મળી આવેલ નહી જેથી પોકેટકોપ મોબાઇલમાં ચેચીસ નંબર તથા એન્જીન નંબર ઉપરથી સર્ચ કરતા તેનો સાચો રજી. નં GJ-06-DB-1693 જણાઇ આવેલ, તે બોલેરો ગાડીના માલીકનો સંપર્ક કરતા તેમણે બોલેરો ગાડી તેના ઘર આંગણેથી ચોરી થયેલ હોવાનુ જણાવેલ, જે અંગે બોડેલી પોલીસ સ્ટેશન ખાતે ૧૧૧૮૪૦૦૧૨૩૧૭૧૭-૨૦૨૩ ઇ.પી.કો -૩૭૯ મુજબનો ગુનો દાખલ થયેલ છે.

જે પકડાયેલ ઇસમની યુકતિ-પયુકતિથી વિશ્વાસમાં લઈ ઉંડાણ પુર્વક વધુ પુછ-પરછ કરતા પોતે છોટાઉદેપુર જીલાનાના પાનવડ, બોડેલી, છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોટર સાઈકલો તથા પંચમહાલ જીલાના જાંબુધોડા વિસ્તારમાંથી મહીંન્દ્રા પીકઅપ તથા મોટર સાઇકલની પોતે તેના અન્ય મિત્ર સાથે મળીને ચોરીઓ કરેલ હોવાનુ જણાવતા પકડાયેલ ઇસમને સી.આર.પી.સી. ૪૧(૧)ડી મુજબ અટકાયત કરી વધુ કાર્યવાહી અર્થે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.

કબ્જે કરવામાં આવેલ મુદામાલ

(૧) મહીંન્દ્રા બોલેરો ફોર વ્હીલ ગાડી, કિ.રૂ. ૨,૫૦,૦૦૦/-

(૨) મોટર સાઇકલ નંગ-૦૩

કિ.રૂ. ૧,૧૫,૦૦૦/-

કુલ કિ.રૂ.૩,૬૫,૦૦૦/-

પકાડાયેલ ઇસમો:-

(૧) સંજયભાઇ ઉર્ફે સચીન નમલીયાભાઇ રાઠવા, ઉ.વ.૨૦, રહે.કોલીયાથોર પટેલ ફળીયા, તા.જી.છોટાઉદેપુર

પકડવાના બાકી ઇસમ:-

(૧) રાજુભાઈ નાનુભાઈ કિરાડ, રહે- જુના કઠીવાડા તા,કઠીવાડા જી.અલીરાજપુર (એમ.પી)

(૨) નરેશભાઈ રહે-ખામળખા તા.કઠીવાડા, જી.અલીરાજપુર (એમ.પી)

(૩) કલ્પેશભાઈ રમેશભાઈ રાઠવા રહે-ચઠાવાડા તા.જી.છોટાઉદેપુર

(૪) જગદીશભાઈ કાગડીયાભાઈ રાઠવા રહે-કોલીયાથોર તા.જી.છોટાઉદેપુર

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!