DANG

ડાંગ એલ.સી.બીની ટીમે બીબુપાડા ગામમાં ચોરીની ત્રણ બાઈક સાથે એકને ઝડપી પાડ્યો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ એલ.સી.બી. એ શંકાના આધારે એક ઈસમની પૂછપરછ કરી.તેની  અટકાયત કરી ચોરીની 3 બાઈક કબ્જે કરી.ડાંગ એલ.સી.બી. ચિંચલી  વિસ્તારમાં મહારાષ્ટ્ર બોર્ડરને અડીને આવેલા ગામડાઓમાં નાકાબંધી કરી તપાસ કરી રહી હતી. તે વેળાએ બીબુપાડા ગામ પાસે જાહેર રોડ ઉપરથી પંકજભાઇ ઉર્ફે પંકુ ગાયકવાડની તપાસ કરવામાં આવી હતી. પોલીસે ત્રણે મોટર સાયકલ કયાંથી લઇ આવેલ છે તે અંગે પુછ પરછ કરતા કોઇ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નહોતો અને ઈસમ દ્વારા ઉડાઉ જવાબ આપવામાં આવી રહ્યા હતા.

જે બાદ એલ.સી. બી.ટીમે ત્રણેય બાઈક અંગે તપાસ કરાવી હતી.પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે,મોટર સાયકલ રજીસ્ટ્રેશન નં.GJ-30-B-2488 એ ધવલીદોડ ગામમાંથી ચોરી થયેલ છે.

ત્યારબાદ પોલીસે (૧)  Hero HF-Deluxe  મોટર સાયકલ રજીસ્ટ્રેશન નં.GJ-30-B-2488, (૨) કાળા કલરની અને સીલ્વર પટ્ટાવાળી હોન્ડા સ્ટનર (નંબર પ્લેટ વગરની મળી આવેલ) અને (૩) હોન્ડા સ્ટનર મોટર સાયકલ નં.GJ-21-AB-8568 એમ ત્રણ મોટર સાયકલોની આર.સી.બુક, બીલ તેમજ રસીદ, કે કોઇ આધાર પુરાવા ઈસમ સાથે મળી આવેલ નહીં.જેથી પોલીસે મોટર સાયકલ કુલ કિ.રૂ.૫૦,૦૦૦/- નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો.અને  પંકજભાઇ ઉર્ફે પંકુ રામદાસભાઇ ગાયકવાડ ( ઉ.વ.૨૩ રહે.બરડીપાડાગામ, ખાંભલા તા.સુબીર, જિ.ડાંગ ) ની અટકાયત કરવામાં આવી હતી.તેમજ પોલીસ દ્વારા આ અંગે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!