BHARUCHBHARUCH CITY / TALUKO

ભૂતિયા કનેક્શન વડે હાઈલી એસિડિક કેમિકલ નિકાલ કરતા ઝડપાય :

*જે કંપનીના પ્રતિનિધિ ખુદ ભૂતપૂર્વ જીપીસીબીના અધિકારી છે તે, દહેજ GIDCની ભારત કેમિકલ કંપની ભૂતિયા કનેક્શન વડે હાઈલી એસિડિક કેમિકલ નિકાલ કરતા ઝડપાય : જીપીસીબીએ ક્લોઝર નોટીસ ફટકારી, હજુ વધુ કડક પગલાં લેવાની તૈયારી હાથ ધરી ભરૂચ જીલ્લાની દહેજ જીઆઇડીસી ખાતે આવેલ ભારત કેમિકલને આખરે તાત્કાલિક અસરથી કલોઝર નોટીસ ફટકારતું ગાંધીનગર જીપીસીબી. મળતી માહિતી અનુસાર ભરૂચ જીપીસીબીની ટીમને તા. 5 મી જુનના રોજ હાઈલી એસિડિક વેસ્ટ કેમિકલ અંગે ફરીયાદ મળતા, સતત બે દિવસ સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતું.  દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સભ્યો, જીઆઇડીસીના અધિકારીઓને સાથે રાખી ભરૂચ જીપીસીબીએ હાઈલી એસિડિક વેસ્ટ કેમિકલ નિકાલનું મૂળ શોધવા, જેસીબી વડે ખોદકામ હાથ ધરાતા, હાઈલી એસિડિક વેસ્ટ કેમિકલ નિકાલ કરાતું ભૂતિયા કનેક્શન સાથેનું રેકેટ ઝડપાયું હતું .*

*????આ સર્ચ ઓપરેશન દરમ્યાન ભારત કેમિકલના પ્રતિનિધિ એવા જીપીસીબીના ભુતપૂર્વ અધિકારી એમ.એસ.શુક્લા અને જીપીસીબીના મહિલા પ્રાદેશિક અધિકારી અને તેમની ટીમ સાથે ઘર્ષણ પણ થયું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. *

જયારે આજરોજ મોડી સાંજે ભારત કેમિકલને જીપીસીબીએ તાત્કાલિક અસરથી ક્લોઝર નોટીસ ફટકારી, વીજ અને પાણી કનેક્શન કાપવાનો પણ હુકમ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.*

*????હજુ પણ આ કંપની સામે વધુ કડક પગલાં લેવાશે.

*????વધુમાં આ ઘટના અંગે ગાંધીનગર જીપીસીબી અને જીઆઇડીસી અધિકારી વર્તુળોમાં આ કરતૂતોને લઇ ચર્ચાએ ઘણો વેગ પકડ્યો છે*

મહેન્દ્રભાઈ મોરે રિપોર્ટર

વાત્સલય સમાચાર ભરૂચ

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!