BHARUCHGUJARAT

તાપી ટ્રાવેલ એજેન્ટ એસોસીયેશન દ્વારા સભ્યોને વ્યવસાયીક પડકારો સામે સક્ષમ કરવા નેટવર્કીંગ ઈવેન્ટનું આયોજન.

તાપી ટ્રાવેલ એજેન્ટ એસોસીયેશન દ્વારા સભ્યોને વ્યવસાયીક પડકારો સામે સક્ષમ કરવા નેટવર્કીંગ ઈવેન્ટનું આયોજન.

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૧૪/૧૦/૨૦૨૩

 

ટુરીઝમ ઉદ્યોગને લગભગ પાયમાલીના કગારે મુકી દેનાર કોરોનાને પછડાટ આપી આ ઉદ્યોગ ફરી પાછો પાટા પર આવતા ટુરીઝમમાં ખાસ્સો ઉછાળો જોવા મળી રહ્યો છે અને ભારત ઉપરાંત વિદેશના જોવાલાયક સ્થળોની પણ માંગ ખુબ વધી છે. વર્ષ ૨૦૨૨ ની સરખામણીએ ૨૦૨૩માં પ્રવાસનની માંગમાં ૪૦ થી ૫૦% જેટલો મોટો ઉછાળો આવ્યો છે અને આ માંગને પહોંચી વળવા પોતાના સભ્યો સક્ષમ થાય તેના માટે ટ્રાવેલ એજેન્ટ એસોસિએશન ઓફ પાન ઈન્ડિયા એટલેકે તાપી દ્વારા ગૌરવપથ રોડ, સુરત મુકામે  ટુરીઝમ સાથે સંકળાયેલા વ્યવસાયીઓનું બાયર સેલર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર ભારતના વિવિધ રાજ્યોમાંથી ૨૦૦ થી પણ વધુ સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

 

આ કાર્યક્રમનો મુળ હેતુ તમામ સભ્યો એકબીજા સાથે પરસ્પર પરીચય કેળવે, એક-બીજા સાથે  વિચારોનું આદાન પ્રદાન કરે, વ્યવસાય લક્ષી જ્ઞાનમાં વધારો કરે ઉપરાંત એક-બીજાના સહકારથી વ્યવસાયનો વિકાસ કરી શકે.

 

આ કાર્યક્રમમાં ૪૫થી પણ વધુ દેશ-વિદેશની ડેસ્ટીનેશન મેનેજમેન્ટ કંપનીઓએ પોતાની પ્રોડક્ટ્સ/આઈટીનરીને પ્રદર્શિત કરી હતી જેનો ૧૫૦થી પણ વધુ ટ્રાવેલ એજન્ટ સભ્યોએ મુલાકાત લઈ માહિતી મેળવી હતી. ખાસ કરીને દિવાળીના તહેવારો નજીક છે તેથી આવનાર તહેવારોની રજાઓમાં પર્યટકો ફરવા જતા હોય છે ત્યારે તેઓએ તેમના બજેટ પ્રમાણે ક્યાં ફરવું? કેટલા સમય માટે જવું? નવા ફરવા લાયક સ્થળો કયા છે?  જેવી માહિતી મેળવી હતી જેથી તેઓ આ માહિતી પર્યટકોને આપી શકે.

 

આ કાર્યક્મમાં ગેસ્ટ તરીકે સાઉથ ગુજરાત ટ્રાવેલ કન્સલટન્ટ એસોસીએશનના પ્રેસીડેન્ટ અને ટેગ સંસ્થાના સાઉથ ગુજરાત ચેપ્ટર હેડ શ્રી રાજીવ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ ઉપસ્થિત સૌને પોતાની જાતને સમય સાથે તાલમેલ મેળવી માર્કેટીંગમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી ટાર્ગેટેડ ગ્રાહક સુધી પહોંચી વિકાસ કરી મક્ક્મતાથી વર્તમાન  પરિસ્થિતિનો સામનો કરી આગળ વધવાની સલાહ આપી હતી.

 

પ્રમુખશ્રી વિનેશ શાહે વધુ માહિતી આપતા કહ્યું હતું કે આજના સમયમાં ટ્રાવેલ એજેન્ટને કટ્ટર હરીફાઈમાં ટકવું એ ખુબ મોટો પડકાર છે ત્યારે એસોસીયેશનની ફરજ બને છે કે આવા કાર્યક્રમો અવારનવાર યોજવા કે જેથી કરીને ટ્રાવેલ એજન્ટ વધુ સક્ષમ બને અને હરીફાઈમાં ટકી શકે. તેઓએ ભાર પૂર્વક કહ્યું હતું કે આવા કાર્યક્મો ટ્રાવેલ ઇન્સ્ટ્રીની લાઈફ લાઈન છે એમણે વધુમાં પોતાના સ્વાગત પ્રવચનમાં ઉદાહરણ ટાંકીને સંગઠનનું મહત્વ સમજાવતાં કહ્યું હતું કે સંગઠનથી સભ્ય વધુ  મજબુત અને સુરક્ષિત બને છે.

 

આ કાર્યક્રમ દરમિયાન તાપી એસોસીએશન તરફથી સભ્યોને તેઓના શ્રેષ્ઠ પ્રદાન અને સરાહનીય કાર્ય કરવા બદલ ટ્રોફી તથા સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્મને અંતે સભ્યોને પ્રોત્સાહન મળી રહે તે માટે લકી ડ્રો નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.આ લકી ડ્રો માં વિવિધ સપ્લાયર્સ તરફથી ઉપસ્થિત ટ્રાવેલ એજેન્ટ મેમ્બર્સ ને સપ્લાયર મેમ્બર્સ તરફથી સોમનાથથી લઇ સ્વીટ્ઝરલેન્ડના ૨ નાઈટ થી લઇ ૬ નાઈટ સુધીના રૂપીયા ૫ લાખથી પણ વધુ રકમના દેશ વિદેશના વિવિધ પેકેજોના ઇનામો લકી ડ્રો થકી જાહેર કરાયા હતા.

 

કાર્યક્રમ ની શરૂઆત ગણેશવંદના બાદ આમંત્રિત મહેમાન  તથા તાપીના કમિટી મેમ્બર્સ  દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવા સહમંત્રી શ્રી જિજ્ઞેશ પટેલનો અમુલ્ય ફાળો રહ્યો હતો સમગ્ર કાર્યક્મનું આયોજન, વહીવટ અને દોરી-સંચારનું કાર્ય કર્યું હતું અને ખજાનચી શ્રી શિવકુમાર ગુપ્તા અને સહ-ખજાનચી શ્રી અમિત પટેલએ તેઓને સરસ સાથ આપ્યો હતો. મંચ-સજ્જા અને મંચ આયોજનનું કાર્ય લેડીઝ-વિંગ કો-ચેરપર્સન બીના બારોટે સુપેરે પાર પાડ્યું હતું  જેમાં ક્રીના મિસ્ત્રીએ સાથ આપ્યો હતો અને કાર્યક્મના માસ્ટર ઓફ સેરેમનીની ભુમિકા અશિતા જરીવાલાએ શ્રેષ્ઠ રીતે નિભાવી હતી. આ કાર્યક્મના આયોજનમાં સ્મિત શાહ, સ્મિત પટેલ, સાગર પટેલ અને મિતેશ પટેલએ પણ યોગ્ય ફાળો આપ્યો હતો. અંતમાં ઉપ પ્રમુખશ્રી સૌરભ પટેલએ સૌનો આભાર માની કાર્યક્મનું સમાપન કર્યું હતું.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!