અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા “અમારું વિદ્યાલય – અમારું સ્વાભિમાન” અભિયાનનું પોસ્ટર વિમોચન કરાયું
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા ૧ સપ્ટેમ્બર ના રોજ સમગ્ર ભારતની પાંચ લાખથી વધુ શાળાઓમાં યોજાનાર “અમારું વિદ્યાલય – અમારું સ્વાભિમાન” અભિયાનનું પોસ્ટર વિમોચન.
ગુજરાત રાજ્યના ઉચ્ચ શિક્ષણ તથા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, શિક્ષણ મંત્રી શ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર, રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયા તથા શિક્ષણ સચિવ શ્રી મુકેશકુમાર દ્વારા આજે ગરિમામયી ઉપસ્થિતમાં “અમારું વિદ્યાલય – અમારું સ્વાભિમાન” અભિયાનના પોસ્ટર અને સ્ટીકરનું વિધિવત વિમોચન કરવામાં આવ્યું.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના તત્વાવધાનમાં આયોજિત આ વિરાટ અભિયાન આવનાર 1 સપ્ટેમ્બર, 2025ના રોજ દેશના લાખો શિક્ષક–વિદ્યાર્થીઓની સહભાગિતાથી 5 લાખથી વધુ વિદ્યાલયોમાં એકસાથે ઉજવાશે.
આ અવસર પર મંત્રીઓએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું કે આ અભિયાન માત્ર મૂલ્ય આધારિત શિક્ષણનું સેતુ બનશે એટલું જ નહીં, પરંતુ દરેક વિદ્યાલયને સ્વચ્છ, પ્રેરણાદાયક અને રાષ્ટ્ર–સમર્પિત દિશામાં આગળ ધપાવવાનો સામૂહિક સંકલ્પ સાબિત થશે। તેમણે આને સમાજ, વાલીઓ તથા વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયક પહેલ ગણાવી હતી. મંત્રીઓએ જણાવ્યું કે વિદ્યાલય માત્ર જ્ઞાનના કેન્દ્ર જ નથી પરંતુ સંસ્કાર અને રાષ્ટ્ર નિર્માણની પ્રયોગશાળા છે. વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો કે આ અભિયાનથી શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં આત્મિયતા, શિસ્ત તથા સ્વાભિમાનની ભાવનાઓ વધુ ગાઢ થશે.
આ દિવસે શિક્ષક અને વિદ્યાર્થી નીચેના પાંચ પાવન સંકલ્પ આત્મસાત કરશે.
1.વિદ્યાલયને સદૈવ સ્વચ્છ અને પ્રેરણાદાયક રાખવો.
2.એકતા તથા ભાઈચારા ભાવનાને સુદ્રઢ કરવી.
3.શિસ્ત અને રાષ્ટ્રપ્રેમને જીવનનો આધાર બનાવવો.
4.સમાજ–વિદ્યાલય સંબંધોને મજબૂત બનાવવા.
5. શીખવવા તથા શીખવાની પધ્ધતિ ને ઉત્તમ બનાવવી.
આ ગરિમામયી અવસર પર ગુજરાત પ્રાંત તરફથી પ્રાંત અધ્યક્ષ શ્રી મિતેષભાઈ ભટ્ટ, પ્રાંત સંગઠન મંત્રી શ્રી સરદારસિંહ મછાર, પ્રાંત મહામંત્રી શ્રી પરેશભાઈ પટેલ, પ્રાથમિક સંવર્ગ અધ્યક્ષ શ્રી અનિરુદ્ધસિંહ સોલંકી, માધ્યમિક સંવર્ગ મહામંત્રી શ્રી જીતેન્દ્રભાઈ ઠાકર, સરકારી ઉચ્ચતર માધ્યમિક સંવર્ગ અધ્યક્ષ શ્રીમતી ચેતનાબેન ભગોરા સહિત અનેક પ્રાંત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.