GUJARATJETPURRAJKOT

Rajkot: રાજકોટ શહેરની શાળાઓમાં “મતદાન જાગૃતિ” અભિયાનનું આયોજન

તા.૨૩/૩/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

વિદ્યાર્થિનીઓએ સ્લોગન, સિગ્નેચર કેમ્પેઈન, તેમજ હાથમાં મહેંદી લગાવી નવતર પ્રયોગ કરી અભિયાનમાં ઉત્સાહભેર ભાગ લીધો

Rajkot: લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત ભારતભરમાં “મતદાન જાગૃતિ” અભિયાનનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત રાજકોટ શહેરની પી.બી. કોટક સ્કુલમાં ધોરણ ૯ અને ૧૦ની વિદ્યાર્થિનીમાં સ્લોગન રાઈટીંગ અને સિગ્નેચર કેમ્પેઈન સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં મતદાન, સ્વીપ, ઈ.વી.એમ.સહિતની મતદાન અંગેની તમામ માહિતીને આવરી ખુબ જ ટૂંકમાં સ્લોગન લખ્યા હતા.

શહેરની માં શારદા વિદ્યાલયમાં વિદ્યાર્થિનીઓએ હાથમાં મતદાન લક્ષી વિવિધ વાક્યોની મહેંદી બનાવીને આકર્ષક અને નવતર પ્રયોગ કર્યો હતો. આ કાર્યક્રમમાં કોટક સ્કુલના આચાર્યશ્રી પ્રવિણાબેન કાનાણી, શિક્ષકશ્રી નિધિબેન જોબનપુત્રા અને શ્રી સારિકાબેન તથા શ્રી શારદા વિદ્યાલયના આચાર્યશ્રી અને શિક્ષકશ્રીઓ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થિનીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!