RAMESH SAVANI

સરકાર શા માટે અસામાજિક તત્વોને ગુંડાગીરી કરવાનું ટોનિક આપે છે?

સત્તાપક્ષ સુશાસનનો ઢોલ પીટે છે; વાઈબ્રન્ટ ગુજરાતની જાહેરાતો કરે છે; પરંતુ ગુજરાતની સ્થિતિ કંઈક જુદી જ છે. ગામડાંમાં સુરક્ષાનો અભાવ છે જ; પરંતુ શહેરો પણ સલામત રહ્યા નથી !
22 સપ્ટેમ્બર 2023ના રોજ ‘દિવ્ય ભાસ્કર’માં સમાચાર છે કે “અમદાવાદ શહેરના અમરાઈવાડીમાં મ્યુનિસિપલ લાઇબ્રેરી 6 વરસમાં બંધ કરવા સ્ટેડિંગ કમિટિએ મંજૂરી આપી છે. 2017માં ન્યૂ કોટન મિલ ખાતે આ લાઇબ્રેરી શરુ કરી હતી પરંતુ લાઇબ્રેરી નજીક અસામાજિક તત્વોનો ત્રાસ હોવાથી રોજે માત્ર 5-7 વાંચકો જ આવતા હતા ! ભૂતકાળમાં એક કર્મચારી પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો ! 100 મીટર દૂર બીજી લાઈબ્રેરી છે ત્યાં રોજે 200 વિદ્યાર્થીઓ આવે છે. બંધ થનાર લાઇબ્રેરીની જગ્યાએ હવે આંગણવાડી શરુ કરવાની તૈયારી છે.”
થોડાં પ્રશ્નો : [1] જ્યારે ન્યૂ કોટન મિલ ખાતે આ લાઇબ્રેરી શરુ કરી ત્યારે મ્યુનિસિપલ ઓથોરિટીને ખ્યાલ ન હતો કે 100 મીટર દૂર લાઇબ્રેરી છે? [2] અસામાજિક તત્વોના ત્રાસના કારણે લાઇબ્રેરી બંધ કરવી પડે તો સુશાસનનો ઢોલ શામાટે પીટવામાં આવે છે? શું સરકાર/ મ્યુનિસિપલ ઓથોરિટી/ પોલીસ અસામાજિક તત્વોનો ત્રાસ દૂર ન કરી શકે? [3] અસામાજિક તત્વોને જો લાઇબ્રેરી ખટકતી હોય તો આંગણવાડી ખટકશે નહીં? [4] જો અમદાવાદ જેવા શહેરમાં અસામાજિક તત્વોનો આવો ત્રાસ હોય તો ગુજરાતના ગામડાઓની સ્થિતિ શું હશે? શું સરકાર નાગરિકોને સુરક્ષા આપવાને બદલે અસામાજિત તત્વો સામે નમતું જોખશે? [4] જો સરકાર બળાત્કારીઓ/હત્યારાઓને આજીવન કેદની સજામાંથી વહેલા જેલમુક્ત કરતી હોય/ ધારાસભ્યાના હત્યારાને સુપ્રિમકોર્ટે આજીવન કેદની સજા કરી હોય તેને જેલના વડા જેલ મુક્ત કરી દે; અને સરકાર મૌન રહી તમાશો નિહાળતી રહે તો અસામાજિક તત્વોને ગુંડાગીરી કરવાનું ટોનિક મળે કે નહીં?rs

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!