GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીમાં બાંધકામની મંજૂરીના પરિપત્રને રદ કરવાની માંગને લઈને મુખ્યમંત્રીને રજુઆત
MORBI:મોરબીમાં બાંધકામની મંજૂરીના પરિપત્રને રદ કરવાની માંગને લઈને મુખ્યમંત્રીને રજુઆત
મોરબી જિલ્લામાં બાંધકામને મંજૂરી આપવા માટે જે નવા પરિપત્ર થયા છે તેને લીધે હાલાકી પડી રહી હોય પરિપત્ર રદ કરવાની માંગ સાથે ચેરમેન અજય લોરીયા દ્વારા મુખ્યમંત્રી, પ્રભારી મંત્રી, સાંસદો અને ધારાસભ્યોને રજુઆત કરવામાં આવી છે.
આ રજુઆતમાં જણાવાયુ હતું કે, જીલ્લા વિકાસ અધિકારી દ્વારા બાંધકામની મંજુરી બાબતે સંદર્ભ 1 થી 3 થી કાર્યલય આદેશના કારણોસર મોરબી જીલ્લામાં ગ્રામ્ય કક્ષાએથી બાંધકામ મંજુરી આપવા માટે ખુબ જ મુશ્કેલીઓ પડી રહી છે અથવા આપી શકાતી નથી. આ બાબતની રજૂઆતો મો૨બી જીલ્લામાં ચૂંટાયેલા પ્રતિનીધિઓને ખુબ જ બહોળા પ્રમાણમાં રૂબરૂમાં મળી રહી છે.મોરબી જીલ્લાનો વિકાસ પણ રૂંધાઈ રહ્યો છે આથી ત્રણ પરિપત્ર તાત્કાલીક ધોરણે રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.