તા.૫/૬/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ખેલ મહકુંભ ૨.૦ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે ગત તા. ૧ અને ૨ જૂન દરમિયાન બેડી ચોકડી ખાતે રાજ્ય કક્ષાની સાયકલિંગ ઓપન એઇજ ભાઈઓ અને બહેનોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાત રાજયમાંથી કુલ ૧૦૦ જેટલા ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો.
આ સ્પર્ધામાં ભાઈઓ ઓપન વિભાગમાં પ્રથમ ક્રમે શ્રી સચિન શર્મા (સુરત), શ્રી દ્વિતીય ક્રમે ચંદ્રેશ આહુજા (સુરત), તૃતીય ક્રમે શ્રી મોહમ્મદ શેફ (અમદાવાદ) તેમજ બહેનો ઓપન વિભાગમાં પ્રથમ ક્રમે શ્રી જ્યોતિ કુમાવત (અમદાવાદ), દ્વિતીય ક્રમે શ્રી રિદ્ધિ કદમ (વડોદરા), તૃતીય ક્રમે શ્રી વૈશ્ય શોભા (અમદાવાદ) વિજેતા બન્યા હતા. આ સ્પર્ધાને સફળ બનાવવા જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી રમાબેન કે. મદ્રા, સ્પર્ધાના કન્વીનરશ્રી ડૉ. જાહન્વી ઈચ્છાપોરિયા, ટીમ મેનેજર, કોચ, ટ્રેનર, ફિઝીઓથેરાપિસ્ટ, વોલીએન્ટર, પોલીસ કર્મચારીઓ સહિતનાએ જહેમત ઉઠાવી હતી.