નરેશપરમાર, કરજણ –
કરજણ પોલીસ સ્ટેશનમાં મહીસાગર કલેકટર નેહા કુમારી વિરુદ્ધ FIR નોંધવાની માંગ
કરજણ પોલીસ સ્ટેશન ખાતે સંવિધાન દિવસ ના રોજ મૂળનિવાસી એકતા મંચ આગેવાનો દ્વારા મહીસાગર કલેકટર નેહા કુમારી વિરુદ્ધ એફ.આઇ.આર નોંધવાની માંગ કરતો કાર્યક્રમ યોજી લેખિત ફરિયાદ આપવામાં આપવામાં આવી હતી.સમગ્ર ગુજરાતમાં 22 તારીખે સવારે 11.00 થી 2.00 વાગ્યા દરમિયાન મહીસાગર કલેકટર નેહા કુમારી સામે ગુજરાતમાં 250 થી વધુ શહેરોમાં અને તાલુકા પોલીસ મથકોમાં ફરિયાદ દાખલ કરાવવા માટેનો કાર્યકમ રાખવામાં આવેલ હતો તેના જન સમર્થનમાં સમગ્ર ગુજરાત ના તાલુકા જિલ્લા મથકે આવેલ પોલીસ સ્ટેશન માં વિવિધ સંગઠનો દ્વારા પોલીસ સ્ટેશનોમાં FIR દાખલ કરવાની માંગ કરવામાં આવી હતી.
મહીસાગર કલેકટર નેહા કુમારી. આઇ.એ.એસ ના નિવેદન મુજબ 90 ટકા દલિતો અને આદિવાસીઓ બ્લેકમેઇલ માટે ખોટા કેસ કરે છે. એવું કહેનારા મહીસાગર કલેકટર સામે સાચો ગુનો દાખલ કરવાના કાર્યક્રમ ને મૂળનિવાસી એકતા મંચ દ્વારા સમર્થન જાહેર આજ રોજ 26/11/2024 ના રોજ સંવિધાન દિવસ નિમિતે મૂળનિવાસી એકતા મંચ ના અધ્યક્ષ એડવોકેટ મિનેષ પરમાર,સંયોજક રાજુભાઈ વસાવા,રાજેન્દ્રભાઈ એડવોકેટ,નગીનભાઈ સહિત આગેવાનો ભેગા મળીને દલિત આદિવાસી સમાજનું મહીસાગર કલેકટર નેહા કુમારી દ્વારા અપમાન કરવામાં આવ્યું છે. જેથી તેમના વિરુદ્ધ કાર્યવાહી થાય અને ગુનો દાખલ કરવા માટે લેખિત અરજી આપી હતી..