DAHODGUJARAT

દાહોદ ખાતે વિશ્વ આરોગ્ય દિવસ ની ઉજવણી અને સાથે સાથે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

તા.૦૯.૦૪.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:પ્રજાપીતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દાહોદ ખાતે વિશ્વ આરોગ્ય દિવસ ની ઉજવણી અને સાથે સાથે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

 

“મારું સ્વાસ્થ્ય મારો અધિકાર” વિશ્વ આરોગ્ય દિવસ અન્વયે તન સાથે મનનું આરોગ્ય પણ જરૂરી

આજ રોજ દાહોદ જીલ્લા ના પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દાહોદ ખાતે 07 એપ્રીલ વિશ્વ આરોગ્ય દિવસની 2024ની ઉજવણી ” મારું સ્વાસ્થ્ય મારો અધિકાર” અન્વયે કરવામાં આવી જેમા માન.મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ ઉદય ટીલાવતના અધ્યક્ષ સ્થાને તથા અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો શિલ્પા યાદવ, જીલ્લા ક્ષય અઘિકારી ડૉ આર. ડી. પહાડીયા ,બ્રહ્માકુમારીના ઉર્મિલા દીદી ની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં વર્ષ 2023/24 ના વર્ષ દરમ્યાન રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અન્વયે વર્ષ દરમ્યાન સારી કામગીરી કરવા બદલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાના મેડિકલ ઑફિસર, લેબ ટેક, ફાર્માશિસ્ટ,CHO, MPHW, આશા અને તાલુકા આરોગ્ય અધિકારીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને તમામ ને અભિનંદન પાઠવવામાં આવ્યા આ કાર્યક્રમમાં મતદાન જાગૃતિ વધે તે માટે બધાને પ્રતિજ્ઞા લેવડાવવા માં આવી અને મતદાન કરવા માટે હાકલ કરવામાં આવી આ કાર્યક્રમમાં મેડીકલ ઓફીસર CHO, લેબ ટેક ફાર્માશિસ્ટ,MPHW આશા સહીત ક્ષય નિર્મૂલન કાર્યક્રમના કર્મચારીઓ ઉપસ્થીત રહ્યા હતા કાર્યક્રમને અંતે આભાર વિધી કરતા જીલ્લા ક્ષય અઘિકારી પહાડીયા દવારા તમામનો આભાર વ્યકત કરવામાં આવ્યો તથા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયનાં સહયોગ થકી કાર્યક્રમ સફળ રહ્યો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!