ANANDGUJARATUMRETH

રાત્રી દરમિયાન GSRTC બસ ચાલકો બન્યા બેફામ.

પ્રતિનિધિ : ઉમરેઠ
તસ્વીર : કુંજન પાટણવાડીયા

ઉમરેઠ નગર ખાતે રાત્રી દરમિયાન અમદાવાદ થી દાહોદ તરફ જતી એસટી બસ ડ્રાઇવરોને જાને કોઈનો ડર ના રહ્યો હોય તેમ બેફામ રોંગ સાઇડ બસ હંકારી રહ્યા છે.કેટલાય સમયથી કેટલાક એસ.ટી બસ ડ્રાઇવરો રેસ લગાવી રહ્યા હોય તેમ વહેલા પહોંચી જવાની ઉતાવળથી રોંગ સાઇડ બસ હંકારી રહ્યા છે તો કદાચ ના કરવું નારાયણને કોઈ દુર્ઘટના સર્જાય તો તેની પાછળ જવાબદાર કોણ?
આ GSRTC બસ ડ્રાઇવરો ક્યારેક તેમની પોતાની ઉતાવળ અને આવી બેદરકારી થી જો કોઈ દુર્ઘટના સર્જે અને કોઈક નો ભોગ લેવાઈ જાય તેમાં કોઈ નવાઈ નહી.આ ડ્રાઇવરોને આવી રીતે સરકારી બસ હંકારવા માટે સરકારે રોંગ સાઇડ પર પોતાની બસ ચલાવવા માટે અલગથી લાઇસન્સ આપી દીધું હોય તેમ કોઈની ચિંતા કર્યા વિના જ બેફામ બન્યા છે તો આવા ડ્રાઇવરો પર લગામ ક્યારે.?

Back to top button
error: Content is protected !!