મેંદરડા તાલુકા ની દાત્રાણા પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે ત્યારે આજરોજ મેંદરડા તાલુકા ની દાત્રાણા પ્રાથમિક શાળા ખાતે પીજીવીસીએલ ના કર્મચારી ત્રિવેદી સાહેબ તથા મેવાડા સાહેબ તથા દઆંગણવાડીના બાળકોને તથા બાલવાટિકાના બાળકોને પ્રવેશ આપવામાં આવેલ હતો શાળાની બાળાઓ દ્વારા સૌપ્રથમ ભારતીય સંસ્કૃતિ પરંપરાગત પ્રાર્થના દીપ પ્રાગટ્ય સ્વાગત ગીત કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ આંગણવાડીના પ્રવેશપાત્ર બાળકોને ચિત્રપોથી, ભાગ 1, કલર, બેગ, ટોપી, વગેરે વસ્તુ આપીને પ્રવેશ કરાવવામાં આવ્યો હતો ત્યારબાદ આંગણવાડી વર્કર દાત્રાણા 3 સોલંકી પારૂલબેન રણજીતભાઈ દ્વારા બાળકોને આંગણવાડી કેન્દ્ર નંબર 3 બાળકોને કંકુ પગલા કરાવી સાથે ગીત પ્રાર્થના રમત રમાડી ને બાળકોને પ્રવેશ કરાવ્યો હતો ત્યારબાદ દાત્રાણા આંગણવાડી કેન્દ્ર નંબર 3ના હેલ્પર બેન ચૌહાણ મંછાબેન દ્વારા બાળકોને ખૂબ જ સરસ નાસ્તો આપવામાં આવ્યો હતો
રીપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – જૂનાગઢ