JUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ લોકમાતા લોલ નદીને પ્લાસ્ટિક પ્રદુષણથી અશુદ્ધ કરતા ઉદ્યોગ માફીયાઓ

જૂનાગઢના ઉદ્યોગ માફિયાઓએ લોલ નદીના કાંઠે કર્યા પ્લાસ્ટિકના કચરાના પર્વતો
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : આદિ અનાદિકાળથી પોતાના અલગ કુદરતી સૌંદર્ય સાથે પર્વતો અને નદીઓથી જગ વિખ્યાત છે તાજેતરમાં ગત ચોમાસાની સિઝનમાં જાજુ ભણેલા છતાં લાયકાત વગરના અધિકારીઓ અને સદીઓના મોટા નાયકોને પણ શરમાવે તેવા અભિનય કરી જાણતા નેતાઓ આજે જેનો ઈતિહાસમાં પણ ઉલ્લેખ છે, તેવી નદીઓને હોકળા સાબિત કરવા માટે સતત પોતાની કુનેહ વાપરી રહ્યા છે, જૂનાગઢમાં આ બધું ચાલી રહ્યું છે, ત્યારે શહેરની ઉત્તરે આવેલી લોલ નદીના કાંઠે સ્થાનિક પ્લાસ્ટિકના ઉદ્યોગકારોએ પોતાનો નકામો કચરો આ નદીના કાઠાને ડમ્પિંગ સાઈડ સમજી ટ્રેક્ટરો ઠલવવાનું શરૂ કર્યું છે, આ પ્લાસ્ટિકના છવાયેલા કચરાના કારણે દિવસે ને દિવસે નદીઓ પુરાઈ રહી છે, અને નદીના કાંઠે જીવિત સૃષ્ટિ અને પ્રકૃતિ મૂંઝાઈ રહી છે, ત્યારે ઈકો સેનસીટીવ ઝોન સહિત અઘરા આકરા નિયમો નાના માણસો માટે દેખાડતા વન વિભાગના કર્મચારીઓ પણ આ જગ્યા ઉપર ગોત્યા જડતા નથી નજરે જોનારાઓને આ નદીઓ રીતસર લુપ્ત થતી દેખાઈ રહી છે.
આ અંગે વિસ્તાર અનુસાર જૂનાગઢની ઉતરે આવેલ લોલ નદીનો કાંઠો હાલ સ્થાનિક ઉદ્યોગ માફિયાઓએ બે રોકટોક રીતે કબજે કર્યો છે, આ નદીના કાંઠા પર રોજના અસંખ્ય ટન પ્લાસ્ટિક ઉદ્યોગમાં નીકળતો વેસ્ટ પ્લાસ્ટિકનો કચરો બે રોકટોક રીતે ઠલવવામાં આવી રહ્યો છે, સામાન્ય રસ્તે નીકળતા માણસને આ કઈ વસ્તુ નજરે ન ચડે તે માટે જવાબદાર તંત્ર ઊંચી ઊંચી દીવાલો બનાવી આપી છે, જેનાથી ઉદ્યોગ માફીયાઓ નિર્ભિક પણે પોતાના વેસ્ટ કચરાના ટ્રેક્ટરો આ નદીઓમાં ઠાલવી શકે આ નદીના કાંઠા પર વસતા સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ કચરાના કારણે ગમે ત્યારે ખતરનાક રીતે રોગચાળાની ઝપેટમાં આવવાનો ડર રહે છે, ઉપરાંત આ ગંધાતો કચરો જ્યારે અતિશય વધી જાય ત્યારે આ ઉદ્યોગ માફીયાઓએ મોકલેલા માણસો બિન્દાસ રીતે આ કચરાને સળગાવે છે, અને ઘણી બધી વખત આ લાગેલી માનવ સર્જિત આગને ઠારવા મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડને પણ દોડવું પડ્યું છે, હાલ આ નદીના કાંઠે રીતસરના પ્લાસ્ટિકના જોખમી પ્રદૂષણના ડુંગરો ખડકાયા છે. ત્યારે સ્થાનિક પ્રબુદ્ધ નાગરિકોને જુનાગઢમાંથી મહાનગરપાલિકા વન વિભાગ સાથે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનું અસ્તિત્વ ખતમ થઈ ગયું હોય તેવું લાગે છે, સ્થાનિક ખેડૂતો તેમજ આ નદીના કાંઠા પર ઝુપડા વાળી રહેતા શ્રમજીવીઓ અને પશુપાલકો દ્વારા સત્વરે આ પ્રદૂષણને અટકાવવામાં આવે તેવી પ્રબળ માંગ કરી રહ્યા છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!