JETPURRAJKOT

રાજકોટ શહેરમાં હથિયારબંધી

તા. ૪ મે

વાત્સલ્યમ્ સમાચાર

રાજકોટ શહેરમાં આગામી દિવસોમાં યોજાનાર જુદી જુદી ધાર્મિક શોભાયાત્રાઓ તેમજ રેલી/ધરણાના કાર્યક્રમો દરમ્યાન કોઈ પણ પ્રકારનાં સુલેહ શાંતિનો ભંગ ન થાય, જાહેર સલામતી તથા કાયદો વ્યવસ્થા જળવાઈ રહે, તે હેતુસર પોલીસ કમિશનર શ્રી રાજુ ભાર્ગવએ સમગ્ર રાજકોટ શહેરમાં હથિયારબંધી ફરમાવી છે.

જે મુજબ શસ્ત્રો, ડંડા, લાકડી, લાઠી, તલવાર, ભાલા, સોટા, ખંજર, ચપ્પા તથા શારીરીક હિંસા પહોચાડવામાં ઉપયોગ થઇ શકે તેવી બીજી કોઈપણ ચીજો જાહેરમાં લઇ જવાની કે જાહેરમાં સાથે રાખીને ફરવા ઉપર, પરવાનાવાળા હથિયારો લઇ જાહેર જગ્યાઓએ જવા, હવામાં ફાયર કરવા, મેળા ધાર્મિક સરઘસ કે વ્યકિતઓના સમુદાયમાં લઇ જવા, શરીરને હાનિ પહોંચાડે તેવો કોઇ પણ સ્ફોટક પદાર્થ લઇ જવા, પથ્થરો અથવા બીજા શસ્ત્રો, ફેંકવાના અથવા નાખવાના યંત્રો, સાધનો લઇ જવાની તથા એકઠા કરવા, તૈયારી કરવા પર, સરઘસ સાથે સળગતી મસાલ રાખવા, વ્યકિતના પુતળા બાળવા, લટકાવવા, પુતળાને ફાંસી આપવા પર, પ્રાઇવેટ સિકયુરીટી એજન્સીના સંચાલક અને કર્મચારી લાયસન્સવાળા હથિયારો સાથે લઇ પોતાની ફરજ સિવાયના સમયે જાહેર જગ્યામાં જવા ઉપર, જાહેરમાં અન્ય લોકોને ત્રાસ થાય તે રીતે બુમ પાડવા, ગીતો ગાવા, તથા વાદ્ય વગાડવા, જીગઝેક પ્રકારના ચાઇનીઝ બનાવટના ચપ્પુઓ સાથે રાખવા અને વેંચાણ કરવા ઉપર પ્રતિબંધ રહેશે.

આ જાહેરનામું જે વ્યકિતઓ સરકારી/અર્ધસરકારી નોકરીની કામગીરીમાં હોય અને તેમને જેના ઉપરી અધિકારીઓએ આવા કોઇ હથિયાર લઇ જવા ફરમાવ્યું હોય અથવા કોઇ હથિયાર લઇ જવાની તેની ફરજ હોય તેને, પોલીસ કમિશ્નર અથવા અધિકૃત કરેલ હોય તેવા કોઇ પણ અધિકારીઓએ જેને શારિરીક અશક્તિના કારણે લાકડી અથવા લાઠી સાથે રાખવાની પરવાનગી આપેલ હોય તેવી વ્યક્તિઓને, સરકારી નોકરી કે જેઓને પોતાની ફરજ અંગે પ્રતિબંધિત હથિયાર જેવા કે સંગીન વિગેરે સાથે રાખવા પડતા હોય તેમને લાગુ પડશે નહીં.

આ હુકમનો અમલ પોલીસ કમિશનરેટ વિસ્તારમાં તા.૩૦.૦૬.૨૦૨૩ સુધી કરવાનો રહેશે, જેનો ભંગ અથવા ઉલ્લંઘન શિક્ષાને પાત્ર થશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!