HALOLPANCHMAHAL

હાલોલની કલરવ શાળામાં 31 માં વાર્ષિક ઉત્સવની ભવ્ય ઉજવણી જરા યાદ ઉન્હે ભી કરલો થીમ હેઠળ કરવામાં આવી

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૫.૪.૨૦૨૪

જેમ પાનખર ઋતુ નિસ્તેજ પર્ણોને ખેરવી દે છે અને વસંત ઋતુ આવી ફરી પર્ણને નવ પલ્લવિત કરી દે છે તેવી જ રીતે વર્ષના અંતે બાળકોના નિસ્તેજ મન અને શરીર પર થનગનાટરૂપી અમી છાંટણા છાંટતો ઉત્સવ એટલે વાર્ષિકોત્સવ. કલરવ શાળામાં 31માં વાર્ષિકોત્સવ ની ઉજવણી તારીખ 4.4.2024 ગુરુવારના રોજ પૂનમ પાર્ટી પ્લોટ ના પ્રાંગણમાં કરવામાં આવી હતી.આ વાર્ષિકોત્સવની ઉજવણી શાળાના આચાર્ય ડૉ.કલ્પનાબેન જોષીપુરા અને શાળાના ટ્રસ્ટી હાર્દિક જોષીપુરાના માર્ગદર્શન હેઠળ ખૂબજ ખંત થી શાળાના શિક્ષકગણ અને પ્રતિનિધિત્વ વિદ્યાર્થીઓ દ્વારા દબદબાભેર કરવામાં આવી હતી.જરા યાદ ઉન્હે ભી કરલો થીમ હેઠળ વાર્ષિકોત્સવ કાર્યક્રમનો શુભારંભ પ્રભુપ્રાર્થના, સ્વાગત ગીત અને સ્વાગત પ્રવચનથી કરવામાં આવી હતી. આ પ્રસંગે એલ એમ વિન્ડ પાવર બ્લેડ ના પ્લાન્ટ ડિરેક્ટર રાજેશ આઇથલ અને ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ડૉ .સી. કે. ટીંબડીયા જેવા મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતાં. ઉપસ્થિત મહેમાનઓનું પુસ્તક અને પુષ્પથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહેમાનઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. શાળા ની શૈક્ષણિક અને સહ શૈક્ષણિક વાર્ષિક પ્રવૃત્તિઓને ધ્યાનમાં લઇ ધોરણ 10 અને ધોરણ 12 ના તેજસ્વી તારલાઓ તેમજ ખેલમહાકુંભ, કલા મહાકુંભ તેમજ વિજ્ઞાન ક્ષેત્રમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ વિજેતા બનેલ વિદ્યાર્થીઓને અને શાળા કક્ષાએ યોજાયેલ વિવિધ સ્પર્ધામાં વિજેતા બનેલ વાલીઓને ઉપસ્થિત મહેમાન દ્વારા સન્માનિત કરવામાં આવ્યું હતું.જરા યાદ ઉન્હે ભી કર લો થીમ હેઠળ યોજાયેલ આ વાર્ષિકોત્સવમાં શ્રેષ્ઠતમ એવી તમામ કૃતિઓનો ચિતાર કે.જી. વિભાગ થી લઈને ધોરણ 11 સુધીના વિદ્યાર્થીઓ દ્વારા રજુ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાર્થના, કામયાબી ડાન્સ, સ્કૂલ કી મોજ, સ્ટાર ડાન્સ, ખુશી કી મસ્તી, મેટ્રો ડાન્સ, છડી ડાન્સ, પ્રેયર ડાન્સ, સ્કુલ સોંગ, વેલકમ ડાન્સ, થીમ સોંગ, ટ્રીબ્યુટ ટુ પ્રકાશ સર, રામોત્સવ, હેલ્થ ઇઝ વેલ્થ, રીસ્તે, લાવણી સોંગ, રમતોની ઋતુ, મિશન આઈ એમ પોસિબલ, વીરો કી કહાની, ટ્રિબ્યુટ ટુ લતાજી અને કલરવ ગુર્જરી જેવા નૃત્ય દ્વારા પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા. આમાં જરા યાદ ઉન્હે ભી કર લો શીર્ષકને નૃત્યમાં વણીને એક નવીન પ્રયોગ રજૂ કરવામાં આવ્યો હતો.જેમાં ચીલાચાલુ વાર્ષિકોત્સવના સ્થાને ઉત્તમ ગુણવત્તા સભર કાર્યક્રમનું દર્શન કરવામા આવ્યુ હતું. જેનું સફળ દિગ્દર્શન કોરિયોગ્રાફી નૃત્ય દિગ્દર્શક ડેવિડસર,ગૌરીમેડમ અને શિયાલીમેડમ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો.આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન વાલીઓનો સાથ સહકાર અભૂતપૂર્વ રહ્યો હતો .સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રભાબેન પેશરાણા અને હિરલબેન રામચંદાની ના માર્ગદર્શન હેઠળ ધોરણ 6 થી 11 ના પ્રતિનિધિત્વ વિદ્યાર્થીઓ દ્વારા સફળતાપૂર્વક કર્યું હતું . અધતન ટેકનોલોજી નો ઉપયોગ સંગીતમાં કરી વિવિધ સ્ટંટ અને ક્યારેક ન જોયા હોય તેવા ડાન્સ રજૂ કરવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય અને મેનેજમેન્ટ દ્વારા શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!