DANGSUBIR

ડાંગ જિલ્લાનાં સુબિર આઇ.ટી.આઇ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
મતદાર જાગૃતિ અને મતદાર કેળવણી અભિયાન (SVEEP) અંતર્ગત નાગરિકો/મતદારોની ચૂંટણી પ્રક્રિયામા ભાગીદારી વધે, અને મતદારયાદી સુધારણા કાર્યક્રમ દરમ્યાન વધુમા વધુ યુવાનોની, નવા મતદાર તરીકે નોંધણી થાય તથા આગામી લોકસભાની ચૂંટણીમા મતદાન પ્રક્રિયામા સહભાગી થાય તે હેતુથી તમામ વિધાનસભા મતવિભાગોમાં તા.૩૦/૧૦/૨૦૨૩ થી તા.૦૪/૧૧/૨૦૨૩ દરમિયાન ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ ખાતે કેમ્પસ એમ્બેસેડર તથા વિદ્યાર્થીઓ માટે મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજવાનુ નક્કી કરવામા આવેલ છે.
મતદાર જાગૃતિ કાર્યક્રમ અન્વયે ૧૭૩-ડાંગ (અ.જ.જા) વિધાનસભા મતદાર વિભાગમા સમાવિષ્ટ સુબીર તાલુકામા તા.૦૩/૧૧/૨૦૨૩ ના રોજ ઔધોગિક તાલીમ સંસ્થા, સુબીર ખાતે પ્રાંત અધિકારી શ્રી પ્રિતેશકુમાર કે.પટેલના અધ્યક્ષસ્થાને યુથ અવેરનેશ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ.

આ કાર્યક્રમમા મતદાર નોંધણી અધિકારીશ્રીએ જાગૃત મતદાર જ મજબુત લોકતંત્રનુ નિમાર્ણ કરી શકે છે તેમ જણાવી, યુવા વય/લાયકાત ધરાવતા તમામ વિદ્યાર્થીઓને મતદારયાદીમા નામ નોંધાવવા, તેમજ તેમના કુટુંબના તમામ સભ્યોના નામની ખાતરી કરી લેવા અપીલ કરી હતી.

સુબીર મામલતદાર શ્રી વી.બી.દરજી દ્વારા યુવા વિદ્યાર્થીઓને VOTER HELPLINE એપ ડાઉનલોડ કરી, તેનો ઉપયોગ કરવા તેમજ વધુમા વધુ યુવા મતદારોને એપનો ઉપયોગ કરી નામ દાખલ કરવા હાજર યુવા મતદારોને જણાવ્યુ હતુ.

કાર્યક્રમમા ઉપસ્થિત તમામ અધિકારી/કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓને મતદાર અંગેની પ્રતિજ્ઞા લીધી હતી.

વધુમા તા.૦૧/૦૧/૨૦૨૪ની લાયકાતની તારીખના સંદર્ભમા ફોટાવાળી મતદારયાદીના વાર્ષિક સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત તા.૦૪/૧૧/૨૦૨૩ (શનિવાર), તા.૦૫/૧૧/૨૦૨૩ (રવિવાર), તા.૦૨/૧૨/૨૦૨૩ (શનિવાર), અને તા.૦૩/૧૨/૨૦૨૩ (રવિવાર) ના દિવસોએ ખાસ ઝુંબેશ તરીકે યોજવાનુ નકકી કરવામા કરવામા આવેલ હતુ, જે પૈકી તા.૦૪/૧૧/૨૦૨૩ (શનિવાર)ના બદલે તા.૨૬/૧૧/૨૦૨૩ (રવિવાર)ના તથા તા.૦૨/૧૨/૨૦૨૩ (શનિવાર) ના બદલે તા.૦૯/૧૨/૨૦૨૩ (શનિવાર) ના રોજ યોજવામા આવનાર છે.
આ કાર્યક્રમમા તમામ હાજર યુવા મતદારોને તેમજ કેમ્પસ એમ્બેસેડરને મતદારયાદી સુધારણા કાર્યક્રમમા કોઇ પણ યુવા મતદાર નોંધણીથી વંચિત ન રહી જાય તે માટે ગામે ગામ લોકોને જાણ કરવા, તેમજ આ બાબતે કોઇ પણ મુંઝવણ હોય તો મામલતદાર કચેરી, સુબીરની ચૂંટણી શાખાનો સંપર્ક સાધવા અનુરોધ કરવામા આવ્યો હતો. આ કાર્યક્રમમા સુબિર નાયબ મામલતદારશ્રી મતદારયાદી, ઔધોગિક તાલીમ સંસ્થાના તમામ સ્ટાફ તેમજ કેમ્પસ એમ્બેસેડર હાજર રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!