JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

મીડિયા મોનિટરીંગની ફરજ બજાવતા કર્ચમારીઓને પેઈડ ન્યુઝ સંદર્ભે તાલીમ આપાઈ

ઉમેદવારો દ્વારા પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા મારફત અપાતા પેઈડ અને જાહેરાત પર રખાતી વોચ

મીડિયા મોનિટરિંગ એન્ડ સર્ટિફિકેશન કમિટી દ્વારા થતી કામગીરી વિશે વિગતવાર માર્ગદર્શન અપાયું

જૂનાગઢ તા.૨  કલેકટર શ્રી અનિલ કુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અને વિધાનસભા પેટા ચૂંટણીના અનુસંધાને એમસીએમસી એટલે કે, મીડિયા મોનિટરિંગ એન્ડ સર્ટિફિકેશન કમિટી કાર્યરત છે, આ કમિટી તળે પેઈડ ન્યુઝ અને જાહેરાત સંદર્ભે મીડિયા મોનીટરીંગ માટે કાર્યરત કર્મચારીઓને તાલીમ આપવામાં આવી હતી.

     આ તાલીમમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી હર્ષ પટેલે પેઈડ ન્યુઝ ઉપરાંત અન્ય જિલ્લાના ચૂંટણીલક્ષી સમાચાર પર સતર્કતા સાથે દેખરખ રાખવા જાણવાતા કહ્યું કે, લોકસભા સામાન્ય ચૂંટણી તથા વિધાનસભા પેટાચૂંટણી માટે પ્રીન્ટ અને ઈલેક્ટ્રોનિક સહિતના મીડિયામાં પ્રચાર માટે થતા અનઅધિકૃત ખર્ચને ઉમેદવારના ખર્ચમાં ઉધારવામાં આવે છે, આ માટે જરૂરી ચૂંટણી પંચની માર્ગર્શિકા અનુસરવામાં આવે છે. ઉપરાંત સમાચારોનું નિરિક્ષણ કઈ રીતે કરવું તથા તેનું રિપોર્ટિંગ કઈ રીતે કરવું તેનું માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે તેમણે મુક્ત અને ન્યાયી ચૂંટણી માટે પ્રતિબદ્ધતા સાથે તથા જવાબદાર કર્મચારી-અધિકારી-સ્ટાફ તરીકે કામ કરવા જણાવ્યું હતું.

        સહાયક માહિતી નિયામક સુશ્રી પારુલ બેન આડેસરાએ પેઈડ ન્યુઝ અને જાહેરાતના સંદર્ભે પ્રીન્ટ અને ઈલેક્ટ્રોનિક ન્યૂઝ મોનટરિંગ વખતે શું તકેદારી રાખવી ઉપરાંત આ કામગીરી નિયમિત રીતે કરવા તેમજ ન્યૂઝ મોનટિરિંગની બારીક બાબતોની સમજ આપી હતી. આચારસંહિતા ભંગ થતા ન્યૂઝ મોનિટરિંગ, સમાજના બે જૂથ વચ્ચે વૈમનસ્ય સર્જતી ઉશ્કેરણી જનક બાબતો સમાચાર સ્વરૂપે દેખાય તો તે અંગે સંબંધિત અધિકારીઓનું ધ્યાન દોરવા પણ જણાવ્યું હતું.

            આ તાલીમમાં સિનિયર સબ એડિટર ક્રિષ્ના સિસોદિયા, કચેરી અધિક્ષક શ્રી બી.એલ. જાદવ સહિત જિલ્લા માહિતી કચેરીના કર્મચારી ઉપરાંત મીડિયા મોનિટરીંગ માટેના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!