BHARUCH

ઓએનજીસી ગંધારના ઓફિસના તમામ કર્મચારીઓએ અચૂક મતદાનના શપથ લીધા…

 

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૧૪/૦૪/૨૦૨૪

 

સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન (SVEEP) અને ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત ભરૂચ જિલ્લામાં મતદાન અંગેની જાગૃતતા કેળવવામાં આવી રહી છે. જે અંતર્ગત ઓએનજીસી ગંધારના ઓફિસના તમામ કર્મચારીઓને મતદાનની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. મતદારોને મતદાનનું મહત્વ સમજાવી વધુમાં વધુ મતદાન કરવા અને અન્ય નાગરિકોને પણ મતદાન કરવા પ્રેરણા પૂરી પાડી જાગૃત્ત કરવા સમજ સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું અને સિગ્નેચર કેમ્પિયન કરી મતદારોએ અચૂક મતદાનની પ્રતિજ્ઞા લીધી હતી. ટીમના અન્ય સભ્યો બી આર સી ખ્યાતિ બેન તથા સી આર સી અરવિંદભાઈ જયેશભાઈ સહભાગી થયા હતા

.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!