GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લાની તમામ આઈ.ટી.આઈ. માં ચોથા તબક્કાની પ્રવેશ પ્રક્રિયાની અંતિમ તારીખ લંબાવાઈ

મોરબી જિલ્લાની તમામ આઈ.ટી.આઈ. માં ચોથા તબક્કાની પ્રવેશ પ્રક્રિયાની અંતિમ તારીખ લંબાવાઈ

ગુજરાત રાજ્ય શ્રમ અને રોજગાર વિભાગ નિયામકશ્રી રોજગાર અને તાલીમ હેઠળની મોરબી જિલ્લાની સરકારી આઈ.ટી.આઈ. મોરબી, માળીયા-મિયાણા , હળવદ, ટંકારા તથા વાંકાનેર ખાતે ચાલતા વિવિધ પ્રકારના વ્યવસાયોમાં પ્રવેશ વર્ષ -૨૦૨3 માટેની ચોથા તબક્કાની પ્રવેશ પ્રક્રિયા માટે ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયાની અંતિમ તારીખ ૧૦-૧૦-૨૦૨૩ સુધી લંબાવાવામા આવી છે.

તમામ આઈ.ટી.આઈ. પૈકી નજીકની કોઇ પણ સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા (આઈ. ટી.આઈ) ખાતે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી આપવામાં આવશે. આઈ.ટી.આઈ. મોરબી ખાતે ૧૦:૦૦ થી ૦૬:૦૦ દરમિયાન મેરીટ આધારીત ઓનલાઈન પ્રવેશફોર્મ ભરવાની કામગીરી તેમજ આઈ.ટી.આઈ. વિશે માર્ગદર્શન આપવા માટે માર્ગદર્શન સેન્ટર કાર્યરત છે. વધુ માહિતી માટે મો. નં. ૮૩૨૦૧૬૯૫૯૯ પર સંપર્ક કરવા જણાવાયું છે.

ઉમેદવારે ઓનલાઇન પ્રવેશ ફોર્મ માટે (૧) ધો-૦૮/૦૯/૧૦ ની માર્કશીટ (અસલ) (૨) પ્રયત્નનો દાખલો (Trial Certificate) (૩) શાળા છોડયાનું પ્રમાણપત્ર (૪) જાતિ/કેટેગરી પ્રમાણપત્ર (ST/SC/SEBC/EWS) (૫) દિવ્યાંગ ઉમેદવારો માટે દિવ્યાંગનુ પ્રમાણપત્ર (૬) રાજ્ય બહારના ઉમેદવારો માટે ડોમીસાઈલ સર્ટીફિકેટ (૭) આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝ ફોટો (૮) બેંક પાસબૂક ( મરજીયાત) (૯) આવકનો દાખલો (૧૦) BPL (જો લાગુ પડતું હોય) સહિત જરૂરી શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની સ્વપ્રમાણીત ઝેરોક્ષ નકલો સાથે લાવવાની રહેશે. તેમ આચાર્યશ્રી ઔધોગિક તાલીમ સંસ્થા, મોરબીની યાદીમાં જણાવાયું છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!