ARAVALLIBAYADGUJARAT

વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરા ની ઉપસ્થિતિમાં અરવલ્લી જિલ્લા કક્ષાનો વિશ્વ આદિવાસી દિવસ ઉજવવામાં આવ્યો

કિરીટ પટેલ બાયડ

અરવલ્લી જિલ્લા કક્ષાનો ‘વિશ્વ આદિવાસી દિવસ’ પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ* *વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતીમાં ઉજવાયો
વિશ્વ આદિવાસી દિવસ અરવલ્લીના શામળાજી ખાતે ભારે જનમેદની સાથે ઉજવાયો
ગુજરાતમાં આદિવાસી બેલ્ટમાં રાજ્ય સરકારની વિકાસલક્ષી વિવિધ યોજનાઓ થકી તમામ આદિવાસી વિસ્તારો વેગવંતા બન્યા છે
અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે વિશ્વ આદિવાસી દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી. જેમાં
પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા ઉપસ્થિત રહ્યા.
મંત્રી એ સંબોધન કરતા જણાવ્યું કે, પ્રથમ વિશ્વ આદિવાસી દિવસની તમામને શુભકામનાઓ પાઠવું છું. આજે વિશ્વના દરેક મુકામ ઉપર આદિવાસી ભાઈઓ અને બહેનોએ પોતાની એક જગ્યા ઊભી કરી શકે. ભવ્ય ઇતિહાસ ધરાવતા આદિવાસીઓ પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓની સાથે આગવી ઓળખ ઉભી કરવામાં ખૂબ જ સફળ રહ્યા છે.ગુજરાત એટલે વંચિતોનો વિકાસ, શિક્ષણનો સાગર, આરોગ્યમાં અગ્રેસર, નવા રસ્તાઓ તથા આધુનિક ઈનફાસ્ટ્રક્ચર, એટલે આપણું ગુજરાત.ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર આદિવાસી વિસ્તારોમાં યુનિવર્સિટીઓ, મેડીકલ કોલેજ, જમીનના હક્ક આપી તેમનું સામાજિક શૈક્ષણિક અને આર્થિક ઉત્થાન કરવા તરફ ક્રાંતિકારી નિર્ણયો રહી છે. રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ વિકાસ લક્ષી યોજનાઓ થકી આદિવાસી બેલ્ટને વિકાસની એક નવી પરિભાષા આપી છે. આજે છેવાડાનો માનવી તેના પરિવાર સાથે સુખેથી રહે છે.ગુજરાત રાજયે તમામ ક્ષેત્રમાં વિકાસના નૂતન આયામો સર કર્યા છે. માનવ વિકાસને સીધા સ્પર્શતા શિક્ષણ, આરોગ્ય, કૃષિ, સમાજ કલ્યાણ, મહિલા અને બાળ વિકાસ, આવાસ, રોજગાર અનેક ક્ષેત્રે વ્યક્તિલક્ષી વિવિધ કલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલ દ્વારા ગુજરાતે વિકાસની હરણફાળ ભરી છે.કોઈપણ રાજ્યના વિકાસનો ખરો માપદંડ અંતરિયાળ વિસ્તારોમાં વસતા માનવી સુધી વિકાસના સુફળ પહોંચે તે જ છે. લોકોને કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચાડીને તેમના સર્વાંગી ઉત્થાન માટે રાજ્ય સરકાર પરિણામલક્ષી પ્રયાસો કરી રહી છે.પરિવર્તન સાર્વત્રિક છે છતાં આદિવાસી સંસ્કૃતિમાં આવી રહેલા બદલાવ છતાં તેની મૂળભૂત બાબતો બહુ જ સચવાયેલી જોવા મળે છે.આદિવાસીઓના ભવ્ય ઇતિહાસ અને તેમની સંસ્કૃતિને આજે યાદ કરીએ છીએ.
આજે આદિવાસી વિદ્યાર્થીઓ ખૂબ જ સારું એવું શિક્ષણ મેળવીને સમાજ,પરિવારનું નામ રોશન કરી રહ્યા છે. તે સાથે જ ઘણા ઊંચા પદો ઉપર આજે આદિવાસી વર્ગ છે. આ પ્રગતિના પંથે સરકાર વિકાસલક્ષી યોજનાઓ થકી આપની પડખે છે. આજના દિવસની તમામને ફરીથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું
આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર વિકાસ અધિકારી તેમજ ધારાસભ્ય અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યો તેમજ સમાજના પદાધિકારીઓ અને અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!