MORBIMORBI CITY / TALUKOTANKARA

ટંકારા ના છતર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આરંભ

ટંકારા ના છતર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા_ ટંકારા તાલુકાના છતર ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા તારીખ 5 /12/ 2023 ના રોજ આવી હતી.જેમાં રથનું સ્વાગત કુમકુમ તિલકથી છત્તર પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવ્યું હતું,

દિપ પ્રાગટ્ય ટંકારા તાલુકાના જાણીતા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અને અન્ય મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું, મહેમાનોનું સ્વાગત ધાન્યની કટોરીથી કરવામાં આવ્યું હતું, કાર્યક્રમના આરંભમાં છત્તર પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની બહેનો દ્વારા ધરતી કહે પુકાર કે….ગીત પ્રસ્તુત કરવામાં આવ્યું હતું, ત્યારબાદ મેરી કહાની મેરી જુબાની યોજનાની સક્સેસ સ્ટોરી સરકારશ્રીની યોજનાનો લાભ લેતા જુદા જુદા વિભાગના વ્યક્તિઓએ રજૂ કરી હતી, તથા સરકારશ્રીની યોજનાનો લાભ લેતા લાભાર્થીઓને મંચસ્થ મહેમાનોના હસ્તે પ્રોત્સાહિત ભેટ અર્પણ કરવામાં આવી હતી, છતર પ્રાથમિક શાળાના શિષ્યવૃત્તિ પાસ કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ મહેમાનોના હસ્તે આપવામાં આવ્યા હતા, આ કાર્યક્રમમાં પ્રસંગિક ઉદબોધન ટંકારા પડધરી વિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા કરવામાં આવ્યું હતું, કાર્યક્રમના અંતમાં માનનીય પ્રધાનમંત્રીનો રેકોર્ડ કરેલ સંદેશ તથા ઓપનિંગ મુવી રથમાં ટેલિવિઝનના માધ્યમથી સમગ્ર ગામના ગ્રામજનોએ નિહાળી હતી, આ કાર્યક્રમમાં અન્ય મહાનુભાવો સુશીલ કુમાર પરમાર મોરબી જિલ્લા પ્રાંત અધિકારી, ભવાનભાઈ ભાગ્યા , સંજયભાઈ ભાગ્યા, વસંતભાઈ, કિરીટભાઈ અંદરપા, પ્રભુભાઈ કામરીયા, ભાવિનભાઈ સેજપાલ ,રૂપસિંહ ઝાલા, દિનેશભાઈ વાઘરીયા, અલ્પેશભાઈ દલસાણીયા, મહેશભાઈ લીખીયા, સરપંચ કોમલબેન રસિકભાઈ ભીમાણી, અરવિંદભાઈ દુબરીયા, અરવિંદભાઈ ખોયાણી, જી.એસ .પટેલ, વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, આ કાર્યક્રમને સફળ બનાવવા ટંકારા તાલુકા વિકાસ અધિકારી રાવલ સાહેબ અને ટંકારા મામલતદાર સખીયા સાહેબે ભારે જહમત ઉઠાવી હતી, સમગ્ર કાર્યક્રમનું સંચાલન છત્તર પ્રાથમિક શાળાના આચાર્ય સંઘાણી ભાવેશભાઈએ કર્યું હતું. કાર્યક્રમની પ્રસ્તુત તસ્વીર નીચે નજરે પડે છે…

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!