AHAVADANGGUJARAT

Dang: વઘઈ તાલુકાનાં નડગચોંડ ગામ ખાતેથી SOGની ટીમે બોગસ તબીબ ઝડપી પાડ્યો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાનાં નડગચોંડ ગામ ખાતેથી કોઈપણ માન્ય સંસ્થાની ડૉક્ટરની ડિગ્રી કે સર્ટિફિકેટ વગર ક્લિનિક ચલાવી દર્દીઓ પાસેથી ફી લઈ સારવાર આપી પૈસા વસૂલતો બોગસ  ડોક્ટર ઝડપાયો હતો. તેમજ સ્થળ પરથી અંદાજે 1.84 લાખનો  મેડિકલને લગતી સાધન સામગ્રી જપ્ત કરવામાં આવી હતી.ડાંગ જિલ્લાનાં એસ.ઓ.જી. પોલીસ સ્ટાફના માણસો ને ખાનગી રાહે બાતમી મળી હતી કે, વઘઈ તાલુકાનાં  નડગચોંડ ગામમાં નાકા પાસે ત્રણ રસ્તા પર પ્રોવિજન સ્ટોરની બાજુમાં રહેતા તપસકુમાર અધરચંદ્ર રોય (રહે. નડગચોંડ ત્રણ રસ્તા, નાકા પાસે, તા.વઘઇ જી.ડાંગ મુળ રહે.સાહાપુર ,પશ્ચિમ બંગાળ )  પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે માન્ય ડિગ્રી કે સર્ટિ વગર મેડીકલને લગતા સાધનો રાખી લોકોને એલોપેથીક દવા તથા સારવાર આપી પ્રાઇવેટ દવાખાનું ચલાવી લોકોની જીંદગી સાથે ચેડા કરે છે.જે બાતમીના આધારે એસ.ઓ.જી. પોલીસ સ્ટાફનાં માણસોએ સાપુતારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરને સાથે રાખી નડગચોંડ ગામમાં રેડ કરી હતી.ત્યારે તપસકુમાર અધરચંદ્ર રોયની પાસે કોઇપણ માન્ય સંસ્થાની ડિગ્રી કે સટીફિકેટ વગર કિલનીક ચલાવી દર્દીઓ પાસેથી ફી લઈ સારવાર આપી રહ્યા હોવાનું સામે આવ્યુ હતુ.તેમજ ડોક્ટરની માન્ય ડિગ્રી ન હોવા છતાં એલોપેથીક દવાઓ તથા મેડિકલને લગન સાધન સામગ્રી જેની કિંમત રૂપિયા 1,84,190/- નો મુદ્દામાલ પણ સ્થળ પરથી મળી આવ્યો હતો.જે બાદ પોલીસે તેની અટકાયત કરી હતી.તેમજ ગુજરાત મેડિકલ પ્રેકટિસનર એકટ 1963 હેઠળ સાપુતારા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.હાલમાં સાપુતારા પોલીસે આ અંગનો ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!