GUJARATNAVSARIVANSADA

ભીનારની શ્રી સદગુરુ હાઈસ્કૂલ ની સામાન્ય પ્રવાહનું પરિણામ 91. 35%

વિજ્ઞાન પ્રવાહ નું પરિણામ 68. 96 % આવ્યું

પ્રિતેશ પટેલ,વાંસદા

વાત્સલ્યમ્ સમાચાર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 91.93 ટકા પરિણામ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 82.45 ટકા પરિણામ જાહેર થયું . વાંસદા તાલુકાના ભીનાર ગામે આવેલ વાંસદા તાલુકા સેવા સંઘ સંચાલિત શ્રી સદગુરુ હાઈસ્કૂલનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 91.35% અને વિજ્ઞાન પ્રવાહ નું પરિણામ 68.26 આવ્યું હતું આદિવાસી વિસ્તાર ના બાળકો માટે ગ્રાન્ટેડ વિજ્ઞાન પ્રવાહ આર્શીવાદરૂપ બન્યું છે વિજ્ઞાન પ્રવાહ પ્રથમ બેચનું પરિણામ 68.26 % આવ્યું છે જે શાળા માટે ગૌરવ લેવા જેવી બાબત છે જેમાં વિજ્ઞાન પ્રવાહ માં ગામીત અવંતિકા કુમારી જીતેન્દ્રભાઈ 650 માંથી 457 માર્કસ લાવી શાળામાં પ્રથમ , પટેલ યાસ્મીન કુમારી નરેશભાઈ 700 માંથી 446 માર્કસ સાથે બીજા કમે આવ્યા હતા . ત્રીજા કમે ગામીત આશ્રુતિબેન પરેશભાઈ 650 માંથી414 માર્કસ લાવ્યા હતા .

સામાન્ય પ્રવાહમાં પ્રથમ 86.28 % સાથે ગાંવિત છાયાબેન સુરેશભાઈ 700 માંથી 604 , બીજા ક્રમે 83.42% સાથેપટેલ હેત્વી કુમારી નરેન્દ્રભાઈ 700 માંથી 584 , ત્રીજા ક્રમે 80. 14% સાથે પટેલ તનમય રાજેશભાઈ 700 માંથી 561 ગુણ લાવી શાળામાં અભિનંદનને પાત્ર બન્યા છે શાળામાં સામાન્ય પ્રવાહ માં81 માંથી 74 પાસ જ્યારે અ વિજ્ઞાન પ્રવાહમાં 29 માંથી 20 પાસ થયા છે . શાળાના આચાર્ય દિનેશ ભાઈ જે પટેલે તમામ વિદ્યાથીઓને અને સ્ટાફ મિત્રો ને પણ અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી .

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!