કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ- ૨૦૨૫ ની જૂનાગઢ જિલ્લામાં આવેલ વિસાવદર તાલુકાની શાળાઓમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ વિભાગના ઉપ સચિવશ્રી જયદેવસિંહ કે.વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં આંગણવાડીથી લઈ બાલવાટિકા, ધોરણ ૧, ધોરણ ૯ અને ધોરણ ૧૧ ના બાળકોને શૈક્ષણિક કીટ આપીને વિદ્યા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત શિક્ષણ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર બાળકોને પણ ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.ઉકત કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત શાળાના આચાર્યશ્રી અને શિક્ષકોએ સુંદર રીતે આયોજન કરી સમગ્ર કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરેલ હતો.
રીપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – જૂનાગઢ