તા.૧૮/૧/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot, Gondal: રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં પાટખીલોરી અને વોરા કોટડા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ગ્રામજનોએ ભાવભર્યું સ્વાગત કર્યું હતું. બાળાઓએ માથે સામૈયાં લઈ કુમકુમ તિલક દ્વારા રથને વધાવ્યો હતો.
કાર્યક્રમ સ્થળે આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ તેમજ આયુષ્માન કાર્ડ, ઉજ્જવલા યોજના, વૃદ્ધ સહાય, વિધવા સહાય, પ્રધાનમંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના, પીએમ કિશાન યોજના, સોઈલ હેલ્થ કાર્ડ જેવી સરકારી કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત માહિતી ગ્રામજનોને આપવામાં આવી હતી. સરકારની યોજનાઓ અન્વયે લાભાન્વિત થયેલા લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે સહાય વિતરણ કરવામાં આવ્યું હતું.
ડ્રોન નિદર્શન તથા “ધરતી કહે પુકાર” નાટ્યકૃતિ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. “મેરી કહાની, મેરી જુબાની” થીમ અંતર્ગત સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ લીધેલ લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો વર્ણવી પાત્રતા ધરાવતા અન્ય લાભાર્થીઓ પણ સરકારની યોજનાઓનો લાભ મેળવે તે માટે અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિતોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો પ્રજાજોગ વિકસિત ભારત સંકલ્પ અન્વયેનો રેકોર્ડ કરેલો સંદેશો સાંભળી લોક કલ્યાણકારી યોજનાઓનાં લાભાર્થીઓનાં પ્રતિભાવો દર્શાવતી શોર્ટ ફિલ્મ નિહાળી હતી. ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવા સંકલ્પબદ્ધ થઈ શપથ ગ્રહણ કર્યા હતા.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત, ગ્રામ પંચાયતના પદાધિકારીઓ, સદસ્યશ્રીઓ, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી શ્રી મેહુલ ભરડવા, વિસ્તરણ અધિકારીશ્રી એમ. ડી. પવાર, મહેસૂલ વિભાગ, પશુપાલન વિભાગ, આરોગ્ય વિભાગ, ખેતીવાડી વિભાગ, આઈ.સી.ડી.એસ., બેંક સહિતનાં સંબધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.