MEHSANAVIJAPUR

વિજાપુર પ્રાથમિક શાળાઓમાં કન્યા કેળવણી પ્રવેશોત્સવ ઉજવાયો

વિજાપુર પ્રાથમિક શાળાઓમાં કન્યા કેળવણી પ્રવેશોત્સવ ઉજવાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
શાળા પ્રવેશોત્સવ 2023 અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત વિજાપુર તાલુકા ની પ્રાથમિક શાળા ઓ માં રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય ની ટીમો તેમજ હેલ્થ એન્ડ વેલન્સ સેન્ટર ની આરોગ્ય ની ટીમ દ્રારા આરોગ્ય ની જુદી જુદી સેવાઓ…બાળક ની મેડિકલ ચેક અપ…વજન .ઉચાઈ..બી એમ આઈ. બાળકનું હેલ્થ કાર્ડ લોહીમાં હિમોગ્લોબીન ચકાસણી..ટી ડી વેક્સિન..આભા કાર્ડ . ઓ આર એસ ઝીંક કોર્નર તેમજ આરોગ્યના જન જાગૃતિ ના વિવિધ બેનર દ્રારા લોક જાગૃતિ ની કામગીરી કરવામાં આવી ..પ્રાથમિક શાળા કોટડી મુકામે તાલુકા આરોગ્ય અધિકારી ડો વિજય જે પટેલ તેમજ રણાસણ મુકામે તાલુકા હેલ્થ સુપર વાઇઝર મુકેશ ચૌહાણ હાજર રહ્યા અને બાળકો ને આરોગ્ય કાર્ડ આપવામાં આવ્યા .કોટડી મુકામે તાલુકા પંચાયત ના પ્રમુખ પરેશ પટેલ તેમજ ઉપપ્રમુખ રમેશજીચાવડા તાલુકા સદસ્ય મનુજી વિહોલ.તેમજ રણાસણ મુકામે તાલુકા સદસ્ય સતીશ પટેલ કિસાન મોરચા ના પરેશ રાવલ સહિત ભાજપના કાર્યકરો હોદેદારો હાજર રહ્યા હતા.શાળા ના આચાર્ય અને શિક્ષક મિત્રો તેમજ એસ એમ સી કમિટી ના સભ્યો દ્રારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ બાળકો ને દાતા ઓ દ્વારા સ્કુલ બેગ તેમજ ચોપડા તેમજ સ્ટેશનરી કીટ આપવામાં આવી તેમજ દાતા ઓ નું સન્માન કરવામાં આવ્યું હતુ

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!