GONDALGUJARATRAJKOT

Gondal: રાજકોટ જિલ્લા કક્ષાનો પી.એમ.-જનમન કાર્યક્રમ ૧૫ જાન્યુઆરીના રોજ ગોંડલ ખાતે યોજાશે

તા.૧૧/૧/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot, Gondal: સરકારશ્રી દ્વારા પી.એમ.જનમન યોજના અંતર્ગત આદિજાતિ સમૂહને વિવિધ સુવિધા પુરી પાડવા માટે કાર્યક્રમ યોજાશે. જે અંતર્ગત સિદી આદિમ જુથ જાતિના લોકોને સુવિધાઓ પૂરી પાડવાના હેતુ સાથે પી.એમ.-જનમન કાર્યક્રમ અંતર્ગત રાજકોટ જિલ્લાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ તા. ૧૫/૦૧/૨૦૨૪ના રોજ ભગવતપરા વિસ્તારમાં આવેલ શાળા નં.૫,ગોંડલ ખાતે યોજાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી જનમન એટલે કે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન. આ અભિયાન અંતર્ગત હવે સરકાર એ આદિવાસી ભાઈ-બહેનો સુધી પહોચશે. દેશના ૨૨ હજારથી વધારે ગામડાઓમાં આવા ૭૫ જનજાતિ સમુદાયો વસે છે, આ ૭૫ જનજાતિ સમુદાયોની ઓળખ કરી જેમ પછાત જાતિઓમાં પણ અતિ પછાત જાતિઓ હોય છે, તેમ આદિવાસી સમુદાયોમાં પણ આ સૌથી પછાત આદિવાસી સમુદાયો છે. આ આદિવાસી સમાજના લોકોનાં કૌશલ્ય વિકાસ પર ધ્યાન આપવા અને તમામ યોજનાકીય લાભો તેમના સુધી પહોંચાડવા ભારત સરકાર દ્વારા આ વિશેષ અભિયાન ચલાવવામા આવશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!