JUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાની જુનાગઢ વિધાનસભા ક્ષેત્રના ગ્રામ્ય વિસ્તારોને ૨૦૭૧ લાખની વિકાસ કામોની ભેટ

ગ્રામ્ય આંતર માળખાકીય રસ્તાઓના કામોથી ગ્રામ્ય પરિવહન યાતાયત સુલભ અને સાનુકૂળ બનશે

જૂનાગઢ તા ૧૫,  જૂનાગઢના ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયાએ આજે વિકાસકામોના લોકાર્પણ માટે ગ્રામ્ય વિસ્તારમા પ્રવાસ કરી વિધાનસભા ક્ષેત્રના ઝાલણસર, વાલાસીમડી, મજેવડી, ગોલાધર, વીરપુર, રૂપાવટી, સરગવાડા, ખલીલપુર, પલાસવા, સોડવદર, પાદરીયા વિજાપુર, ડુંગરપુર, સહિતના ગામોના માર્ગોના નવીનીકરણના ૧૮ જેટલા વિકાસકાર્યોનું રૂ.૨૦૭૧ લાખના ખર્ચે સંપન્ન થતા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વિકાસ કામો ની વિગતો જોઈએ તો ૪ કિમીનો માખીયાળા કેરાળા રોડ ૧૮૨ ના ખર્ચે માટીકામ મેટલ કામ ડામર કામ સીસી રોડ નનાળા પુલીયા તથા પ્રો વોલના કામોથી સંપન્ન થતા તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, રીતે સાડા ત્રણ કિલોમીટરનો માખીયાળા વાલા સીમડી રોડ જે ૧૫૦લાખ રૂપિયાના ખર્ચે અને ઝાલણસરથી જમનાવડ રોડ જોઈનિંગ ટુ વાલા સીમડીથી જમનાવડ ₹ ૨૬૦ લાખના ખર્ચે, જાલણસરથી પરબડી રોડનું રીસરફેસિંગ ૪૦ લાખના ખર્ચે સંપન્ન થતા તેનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વાલા સીમડી વાણંદિયા રોડ પર જરૂરી જગ્યાએ ૧૬૫ મીટરમાં ૧૫ લાખના ખર્ચે સીસી રોડનું કામ સંપન્ન થયું હતું તે જ રીતે ઝાલણસર વિલેજમાં પણ ૧૧૦ મીટર ની લંબાઈમાં સીસી રોડનું કામ સુવિધા પથ ઉપર હાથ ધરવામાં આવ્યું હતું, મજેવડીથી વાડોદરને જોડતા છ કિલોમીટર માર્ગનું કામ ૨૯૦ લાખના ખર્ચે સંપન્ન થયું હતું તે જ રીતે રૂપાવટી-કલાણા રોડ પર દિવાલ તથા નાળા પુલિયાના કામો પણ પૂર્ણ કરવામાં આવ્યા છે. નેશનલ હાઈવેથી સરગવાડા રોડ, નેશનલ હાઈવેથી ખલીલપુર રોડ, પલાસવાથી સોડવદર રોડ, પાદરીયાથી વિજાપુર રોડ અને ડુંગરપુરથી સંઘવનાથ વિજાપુર રોડના કામ સંપન્ન થતાં આજે ધારાસભ્યશ્રીએ પોતાના વિધાનસભા ક્ષેત્રના ગ્રામ્ય વિસ્તારનો ઝંઝાવવાથી પ્રવાસ કરીને ગ્રામ વાસીઓને માર્ગોની નવીનીકરણ અને મરામતના કાર્યોનું લોકાર્પણ કરી સુખાકારીમાં વધારો કર્યો છે.

ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયાના વિકાસ કાર્યોના લોકાર્પણ કાર્યક્રમમાં જુનાગઢ વિધાનસભા ક્ષેત્રના જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ તેમજ તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા શ્રી જનકભાઈ ગજેરા કેતનભાઇ સુખડિયા કાંતિભાઈ ગજેરા તેમજ રાજુભાઈ ઢોલરીયા મંજુલાબેન ઢોલરીયા સહિત ગામના સરપંચશ્રીઓ અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિ રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!