લેબેનોને ઇઝરાયેલ પર 150થી વધુ રોકેટ્સ છોડ્યા
ઇઝરાયેલ અને લેબેનોન વચ્ચે યુદ્ધ વધી રહ્યું છે. ઇઝરાયેલના હુમલા બાદ ભડકેલા લેબેનોનો ઉત્તરી ઇઝરાયેલ તરફ 150 રોકેટ્સ છોડ્યા છે.
ઇઝરાયેલ અને લેબેનોન વચ્ચે યુદ્ધ વધી રહ્યું છે. ઇઝરાયેલના હુમલા બાદ ભડકેલા લેબેનોનો ઉત્તરી ઇઝરાયેલ તરફ 150 રોકેટ્સ છોડ્યા છે. જોકે, આયરન ડોમે ઉત્તરી ઇઝરાયેલમાં લેબેનોનના રોકેટને રોકવાનો પ્રયાસ કર્યો હતો. હવે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ હિજબુલ્લાહને પાઠ ભણાવવા માટે સુરક્ષા કેબિનેટની બેઠક બોલાવી છે. હિજબુલ્લાહના ખતરાને જોતા ઇઝરાયેલી સેનાએ લેબેનોનમાં હુમલાની જાહેરાત કરી હતી. ઇઝરાયેલે કહ્યું કે હિજબુલ્લાહના હુમલાની તૈયારી બાદ આ હુમલો કરવામાં આવ્યો છે. IDFએ હિજબુલ્લાહ આતંકવાદી સંગઠનની ઓળખ કરી છે, જે ઇઝરાયેલના વિસ્તાર તરફ મિસાઇલ અને રોકેટ છોડવાની તૈયારી કરી રહ્યું છે. ઇઝરાયેલી સંરક્ષણ દળોએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે આ ખતરાના જવાબમાં IDF લેબેનોનમાં આતંકી ઠેકાણાઓ પર હુમલા કરી રહ્યું છે. ઇઝરાયેલી મીડિયા રિપોર્ટ અનુસાર, તેલ અવીવમાં બેન ગુરિયન એરપોર્ટ તરફથી આવતી ફ્લાઇટને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. IDFએ કહ્યું કે હિજબુલ્લાહે લેબેનોનમાંથી ઇઝરાયેલ તરફ 150થી વધુ રોકેટ્સ છોડ્યા છે જેને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.