GUJARATHALOLPANCHMAHAL

Halol:બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન અંતર્ગત હાલોલ તાલુકાના ૯ સરકારી પ્રાથમિક શાળાઓમાં જાગૃતિ ક્રાર્યક્રમ યોજાયો

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૧૮.૧૦.૨૦૨૩

બાળ લગ્ન મુક્ત ભારત અભિયાનની શરૂઆત નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા કૈલાશ સત્યાર્થી દ્વારા સ્થાપિત કૈલાશ સત્યાર્થી ચિલ્ડ્રન્સ ફાઉન્ડેશન (KSCF) દ્વારા કરવામાં આવેલ છે.બાળ લગ્ન મુક્ત ભારત અભિયાનનો ધ્યેય ૨૦૩૦ સુધીમાં ભારતમાંથી બાળ લગ્ન સંપૂર્ણપણે નાબુદ કરવાનો છે.બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન અન્વયે જાગૃતિના ભાગરૂપ હાલોલ તાલુકાની કુમારશાળા, રાઠવા ફળીયા જાંબુડી, બ્રાન્ચ શાળા, કાળીભોય, ગોવિંદપુરી, મોટા જેપુરા, એકલતોડા, પાવાગઢ પ્રાથમિક શાળાઓમાં જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં બાળકોને શિક્ષણનું મહત્વ,બાળ લગ્ન એટલે શું, તેનાથી થતી અસરો વિશે વાત કરવામાં આવી હતી.જેમાં ૪ શાળાઓમાં અભ્યાસ કરતા કુલ ૮૧૨ બાળકો ૨૫ શિક્ષકો અને ૨૩ શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો/ વાલીઓએ સહભાગિતા કરી અને બાળ લગ્ન મુક્ત ભારત બનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.સમગ્ર કાર્યક્રમનું આયોજન ઉડાન-જનવિકાસના કાર્યકર રેહાના મકરાણી, ઇલા બારીયા અને ઈરફાન શેખ દ્વારા કરવામાં આવ્યું હતું.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!