હાલોલ – ખાખરીયા કેનાલ પાસે પાવાગઢ દર્શન કરી પરત ફરતા પરિવારને નડ્યો અકસ્માત, તમામને સારવાર માટે ખસેડ્યા
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૭.૩.૨૦૨૫
સાવલી તાલુકાના તુલસીપુરા ગામ નો મનોજ પંડિત ચાર નાના બાળકો અને માતા ને મોટરસાયકલ ઉપર બેસાડી પાવાગઢ મહાકાળી માતાજી ના દર્શન કરવા માટે નીકળ્યો હતો જે બપોરે પરત ઘરે ફરી રહ્યો હતો ત્યારે ખાખરીયા કેનાલ પાસે કોઈ વાહને તેઓની મોટરસાયકલને પાછળથી ટક્કર મારતા મોટરસાયકલ ઉપર સવાર તમામ લોકો રોડ ઉપર ફગોળાઇ ગયા હતા. નાના બાળકો ઇજાગ્રસ્ત થતા તમામને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.જ્યાં તબીબોએ સારવાર આપ્યા બાદ ત્રણ બાળકોને ગંભીર ઇજાઓ થતા વધુ સારવાર માટે વડોદરા રીફર કર્યા છે.મોટરસાયકલ ઉપર ચાર નાના બાળકોને લઈને સાવલી તાલુકાના તુલસીપુરા ગામેથી પાવાગઢ મહાકાળી માતાજીના દર્શને નીકળેલા પરિવારને પરત ઘરે ફરતા અકસ્માત નડ્યો હતો ખાખરીયા કેનાલ ઉપર કોઈ અજાણ્યા વાહને તેમની મોટરસાયકલને ટક્કર મારતા તમામ લોકો રોડ પર પટકાતાં તમામ ને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.અકસ્માતમાં 45 વર્ષીય મનોજકુમાર પંડિત, 6 વર્ષ ની માહી રાહુલભાઈ તિવારી, 3 વર્ષની આરતી રાહુલભાઈ તિવારી, 3 વર્ષ નો પ્રિયાંશ સંદીપભાઈ પંડિત અને 6 વર્ષ નો સૌર સંદીપભાઈ પંડિત ઇજાગ્રસ્ત થયા હતા. હાલોલ રેફરલ હોસ્પિટલના તબીબો દ્વારા તમામને સારવાર આપવામાં આવ્યા બાદ ત્રણેની દીકરીઓ ને વધુ સારવાર માટે વડોદરા રીફર કરાઈ હતી.