હાલોલ:Raychem RPG કંપની દ્વારા રકતદાન કેમ્પ યોજાયો,75 થી વધુ કર્મચારીઓએ રક્તદાન કર્યું
રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૨૭.૧૨.૨૦૨૩
Raychem RPG કંપની દ્વારા તા. 27 ડિસેમ્બર 2023 ને બુધવારના રોજ રક્તદાન કેમ્પ નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.તેમના હાલોલ ખાતેના પ્લાન્ટમાં સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી અને આ કાર્યક્રમ પ્રખ્યાત લાયન્સ ક્લબ ઓફ બરોડાના સહયોગથી યોજાયો હતો.જેમાં 75 થી વધુ કર્મચારીઓએ તેમના ઉત્સાહ અને પ્રતિબદ્ધતા દર્શાવી આ કાર્યક્રમમાં પૂરા દિલથી ભાગ લીધો હતો.આ પ્રસંગે Raychem RPG કંપનીના રાહુલ જયસ્વાલ,સુધીર બારોટ, કમIલ ત્રિવેદી,પ્યુટી ડાયરેક્ટર ડી.બી.ગામીત તેમજ લાયન્સ ક્લબ ઓફ બરોડાના પ્રમુખ રાજેશ વાંડારા અને તેમની ટીમે હાજરી આપી હતી. રક્ત દાન શિબિર નો પ્રાથમિક ઉદ્દેશ્ય સ્થાનિક લોકોને વિવિધ પરિસ્થિતિમાં બ્લડની જરૂરિયાત પડતી હોય છે અને તેના માટે અલગ અલગ લોકોનો સંપર્ક કરવો પડતો હોય છે જે અંતર્ગત Raychem RPG કંપની દ્વારા રકતદાન કેમ્પ યોજાયો હતો જેમાં ઉદારતાથી રક્તદાન કરનાર દરેક કર્મચારીનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો અને તેમના નિઃસ્વાર્થ કાર્યની નોંધપાત્ર અસર થઈ છે તેને લઇ તેઓની પ્રશંસા કરવામાં આવે હતી.