JETPURRAJKOT

મોટર સાયકલ પ્રકારના વાહનો માટે જી.જે.૦૩-એન.એ (GJ-03-NA) નંબરોની નવી સીરીઝનું રી ઓકશન

તા.૧૩ એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી, રાજકોટ દ્વારા મોટર સાયકલ પ્રકારના વાહનો માટે G J-03- N A સીરીઝના નંબરોની સીરીઝ તથા અગાઉની સિરીઝના બાકી રહેલા ગોલ્ડન સિલ્વર નંબરોના રી- ઓકશન યોજવામાં આવશે.

નવી સીરિઝ ના ગોલ્ડન, સીલ્વર કે અન્ય પસંદગીના નંબર મેળવવા માટે તા. ૧૯-૦૪-૨૦૨૩ થી ૨૨-૦૪- ૨૦૩ ઓનલાઇન એપ્લીકેશન w w w .parivahan.gov.in/fancy વેબસાઇટ પર કરવાની રહેશે. તેમજ તા ૨૨-૦૪-૨૦૨૩ થી ૨૪-૦૪-૨૦૨૩ના સાંજે ૦૪.૦૦ કલાક સુધી ઓનલાઇન ઓકશનમાં બિડિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તા-૨૪-૦૪-૨૦૨૩ ના રોજ કચેરીમાં ફોર્મ જમા કરાવવાના રહેશે. રી-ઓકશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સફળ અરજદારે ભરવા પાત્ર થતી રકમ દિવસ – ૫ માં ઈ-પેમેન્ટથી ભરી દેવાના રહેશે તેમજ હરાજીમાં નિષ્ફળ ગયેલ ઉમદેવારને દિવસ પાંચમાં નાણા પરત કરવામાં આવશે. ઉપરોક્ત તારીખ સિવાય પસંદગીના નંબર માટે પૂછપરછ કરવા કચેરીનો સંપર્ક કરવો નહીં. જેની નોંધ લેવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, રાજકોટ દ્વારા જણાવાયુ છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!