MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ શિક્ષણ સમિતિના ચેરમેનની મોરબી શુભેચ્છા મુલાકાત લેવામાં આવી.

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ શિક્ષણ સમિતિના ચેરમેનની મોરબી શુભેચ્છા મુલાકાત લેવામાં આવી.

આજરોજ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હંસાબેન જેઠાભાઇ પારેઘી તેમજ મોરબી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી ચંદ્રિકાબેન નથુભાઈ કડીવારની શુભેચ્છા મુલાકાત લઈ સન્માન કરવામાં આવ્યું હતું.
જે દરમ્યાન મોરબી જિલ્લાના શિક્ષકોના પ્રશ્નો બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી, જે બાબતે ચેરમેનશ્રી તરફથી ખૂબ જ હકારાત્મકતાપૂર્વક પ્રત્યુત્તર મળ્યો હતો તેમજ મોરબી જિલ્લાના શિક્ષણને વધુ ઊંચાઈએ લઈ જવા માટે સૌને સાથે મળીને કામગીરી કરવા જણાવ્યું હતું.


આ ઉપરાંત ચેરમેનશ્રી દ્વારા મોરબી જિલ્લાની શાળાઓમાં જે જરૂરિયાત હોય તેને ઝડપથી પૂર્ણ કરવામાં આવશે તે માટેની પણ ખાતરી આપી હતી.
આ તકે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સંગઠન મંત્રીશ્રી ઘનશ્યામભાઈ દેથરીયા, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિનેશભાઇ હુંબલ, મહામંત્રી શ્રી પ્રફુલભાઈ નાયકપરા, સિ. કાર્યધ્યક્ષશ્રી નરેન્દ્રભાઇ કાલરીયા, તમામ ઘટક સંઘના પ્રમુખશ્રી અને મહામંત્રીશ્રી તેમજ જિલ્લા કારોબારીના સભ્યો હાજર રહ્યા હતા.

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!