DAHODDAHOD CITY / TALUKOGUJARATJETPURRAJKOT

Heart Attack : દિવસે ને દિવસે ગુજરાતમાં યુવાનોમાં હાર્ટ એટેકનો મોતનો આંકડો વધી રહ્યો છે

ગુજરાત સહીત દેશના અનેક ભાગોમાં હાર્ટ એટેકના કેસ સતત વધી રહ્યા છે. જો કે દુઃખદ વાત એ છે કે આ હાર્ટ એટેકના કેસમાં મૃત્યુ પામતા મોટાભાગના વ્યક્તિઓ બહુ નાની ઉંમરના છે. જેમાં ગુજરાતના વિવિધ જિલ્લામાં છેલ્લા બે દિવસમાં પાંચ વ્યક્તિના મોત થયા છે. હવે રાજકોટના જેતપુરમાં એક યુવકનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે. તો દાહોદમાં એક કલાકારનું મોત થયું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર જેતપુરના વેલકમ ચાઈનીઝ નામની દુકાનમાં કામ કરતા નેપાળી યુવાનને હાર્ટ એટેક આવ્યો હતો. દુકાનેથી પોતાના ઘરે આવ્યો અને સામાન્ય અકળામણ બાદ યુવકનું મોત થયું હતું.

નેપાળી યુવક કેસર દિલબહાદુર ખત્રી ઉ.વ.39 મૂળ નેપાળના ગંજ ખાતે રહેતો હતો. યુવક છેલ્લા ઘણા વર્ષોથી જેતપુર વેલકમ ચાઇનીઝની દુકાનમાં કામ કરતો હતો. હાર્ટ એટેક બાદ મૃતક યુવકને પીએમ અર્થ જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જેતપુર સીટી પોલીસે હોસ્પિટલ પહોંચી તાપસ હાથ ધરી છે.

દાહોદમાં બોમ્બે ખાતે રહેતા 39 વર્ષીય ભાસ્કર એલ ભોજકનું હૃદય રોગના હુમલાથી મોત થયું છે. દાહોદ ખાતે અનાજ મહાજન દ્વારા એંફી થિયેટરમાં નાટક ભજવવા આવ્યા હતા. ભાસ્કર ભોજક અનેક નાટક અને સિરિયલમા કામ કરી ચુક્યા છે. નાટક પૂર્ણ થયા બાદ હૃદય રોગનો હુમલો થતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. સંજય ગોરડીયા સહિત અન્ય 7 જેટલા નાટકમાં કામ કર્યું હતું. મૃતદેહને બોમ્બે લઈ જવામાં આવ્યો. કલાકારનું મોત થતા શોકનો માહોલ છવાઈ ગયો છે.

હજુ બે દિવસ પહેલા જ સાબરકાંઠાના હિંમતનગરના 21 વર્ષના કેવિન રાવલનું હાર્ટ એટેકને કારણે નિધન થયું હતું. કેવિન રાવલ મોડી રાત્રે ઘરમાં ઢળી પડતા તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલના હાજર ડૉક્ટર દ્વારા યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. યુવકે આ વર્ષે જ રોબોટિક્સ સાયન્સનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.અચાનક યુવાન પુત્રના અકાળે મોતથી પરિવારજનો આઘાતમાં સરી પડ્યાં હતા.

હજુ ચાર દિવસ પહેલા જ અમદાવાદના યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હતું. હર્ષ સંઘવી નામનો યુવક રાજસ્થાન તીર્થ યાત્રાથી પરત ફરી રહ્યો હતો ત્યારે બસમાં જ અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. આ ઉપરાંત જામનગર અને સુરતમાં હાર્ટ એટેકના બે બનાવ બન્યા હતા, જેમાં જામનગરમાં પટેલ પાર્ક વિસ્તારમાં 19 વર્ષીય યુવકનું ગરબા પ્રેકિટ્સ કરતાં હૃદય રોગના હુમલાથી અપમૃત્યુ થયુ હતું અને સુરતના કતારગામ GIDC વિસ્તારમાં યુવાનનું ઊંઘમાં હાર્ટ અટેકથી મોત થયું હતું.

જયારે જામનગરમાં જ ગતરોજ પરિવાર સાથે વાતો કરીને યુવાન તેના રૂમમાં ગયો અને બહાર આવ્યા બાદ અચાનક ઢળી પડતાં મોતને ભેટ્યો હતો. સુરતમાં એક વિદ્યાર્થિની ચાલુ ક્લાસમાં જ બેન્ચ પરથી ઢળી પડી હતીઅને તેનું મોત થયું હતું

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!