GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

ગોમા નદીનાં પટમાંથી રેતી ખનન કરતા માફ્યાઓને પકડવા મામલતદારની ગાડી લઈને સર્કલ ઓફિસર રવિવારે પણ દોડ્યાં.

તારીખ ૪/૯/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકામાંથી પસાર થતી ગોમા નદીનાં પટમાં રોજે રોજ રેતી ખનન કરતા ભૂમાફીયાઓ સામે કાલોલ મામલતદારએ લાલાઆંખ કરી રવિવારના દિવસે પણ રેતી ઉલેચતા ખનિજ માફીયાઓને પકડવા સફાળુ બનેલ તંત્ર દોડતુ થયુ.કાલોલ તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં થી પસાર થતી ગોમા નદીનાં પટમાં ભૂમાફિયાઓ દ્વારા રાતદિવસ રેતી ખનન કરવામાં આવી રહી છે. કાલોલ તાલુકાના કચેરી ખાતે જાગૃત નાગરિકો દ્વારા ગેરકાયદેસર રીતે ખનન સામે અનેક વાર રજુઆત કરવામાં આવતી હોય છે. જેના પગલે ગોધરા ખનીજ વિભાગના અધિકારી કે સ્થાનિક મામલતદાર દ્વારા દેખાવ કરવા એકાદ ટ્રેક્ટર પકડી સંતુષ્ટ થતાં હોય છે. રાતદિવસ રેતી ખનન સામે જાગૃત નાગરિકો દ્વારા લેખીત રજુઆત કરવામાં આવતાની સાથેજ તંત્ર રેતી ખનન કરતાં ભૂમાફીયાઓ સામે લાલ આંખ કરી સફાળું બનેલ તંત્ર રવિવારના દિવસે સરકારી વાહનો દોડાવી મહામુસીબતે રોડ પર દોડતાં ટ્રેક્ટર ઝડપી પાડતાં હોય છે. ઉલ્લેખનીય છે કે ભૂમાફીયાઓનાં વિશાળ નેટવર્ક ને લઈ ખનન સ્થળેથી ગેરકાયદેસર રેતી ખનન કરતા રેતી ભૂમાફીયાઓને ઝડપી પાડવામાં સ્થાનિક તંત્ર નાં હાથ કાતો પોહચતા નથી ? કે ક્યાંકને ક્યાંક તંત્ર દ્વારા રહેમ નજર રાખવામા આવે છે ? તેવા સળગતા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. જ્યારે આવા સવાલો અને રજુઆત સામે સરકારી અઘિકારીઓ ખનિજ માફીયાઓ સામે લાલ આંખ કરી રોડ પરથી પસાર થતા ગેરકાયદેસર ટ્રેકટરો ઝડપી તેમની કામગીરીને સંતોષતા હોય છે. એવુજ કાંઈ ક આજે અગાઉ ભૂમાફિયાઓ વિરૂદ્ધ કરેલ અરજદારની અરજી ને લઈ કાલોલ મામલતદાર કચેરીનાં સર્કલ ઓફીસર રવિવારનાં દિવસે કાલોલ બોરૂ-બાકરોલ રોડ તરફ જતા ભૂમાફિયાઓનાં વિશાળ નેટવર્કથી રેતી ચોરોમાં નાશભાગ થઈ ગઈ હતી જેમાં બોરૂ ગામ પાસે આવેલ ગોમા નદીનાં પટમાં રેતી ખનન કરતો એક વાહન ચાલક નદીમાંથી નાસીછૂટવાની કોશિશ કરતા સામે આવતાં અઘિકારીઓનાં હાથે ઝડપાઈ ગયો હતો. કાલોલ સર્કલ ઓફિસરની ઝપટમાં આવેલા ટ્રેકટર ચાલકે કાલોલ મામલતદાર કચેરીએ લાવી કાંટો કરાવતાં ટ્રેક્ટરનું વજન ઘટાડતા રેતીનું વજન ૧.૬૭૦/- ટન સાદી રેતી નો કેશ તૈયાર કરી ખાનખનીજ વિભાગને મોકલી આપવાની કામગીરી હાથ ધરી હતી. જ્યારે ટ્રેકટરને કાલોલ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યું અને વાહનચાલકને છોડી દેવામાં આવ્યો છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!