DAHODGUJARAT

દાહોદ જિલ્લામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી

તા.૦૮.૦૩.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ જિલ્લામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત દાહોદ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નારી શક્તિને વંદન આઠમી માર્ચના રોજ બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ હોલ, મંડાવ રોડ, દાહોદ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઉર્જાવાન આદરણીય યોગ સેવક શિશપાલજીના માર્ગદર્શન હેઠળ છ જીલ્લાના ઝોન કોઓર્ડીનેટર આદરણીય પિન્કીબેનની અધ્યક્ષતામાં યોજાયો હતો જેમા ઉપસ્થિત મહાનુભાવો નગર પાલિકાનાં ઉપપ્રમુખ શ્રદ્ધાબેન ભડંગ, દ્રષ્ટિ નેત્રાલયથી શ્રેયાબેન, નર્સિંગ કૉલેજ શૈલીનીબેન ડામોર , ધાનપુરથી નંદાબેન, ફતેપુરાથી સુરિયાબેન, દેવ. બારીયાથી હંસાબેન, લીમખેડાથી જબીનબેન જાંબુઘોડાવાલા, રાધિકાબેન સિંગ, રાધાબેન બિલવાલ, કોમલબેન દાહોદ, હર્ષાબેન ભાટીયા વગેરે બહેનોએ પોતાના ક્ષેત્રમાં ખુબ સરસ કામગીરી કરી હતી. જે ઓના કામ બદલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. અને વિવિધ તાલુકામાંથી ખુબ મોટી સંખ્યામાં બહેનો કાર્યક્રમ મા હાજર રહ્યા હતા આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ નાં યોગ કો ઓર્ડીનેટર ધુળાભાઈ પારગી તેમજ તેમની પુરી ટીમ યોગ કોચ લાલાભાઇ, દેવેન્દ્રભાઇ, રાહુલભાઈ, ઉમેશભાઈ, સુરેશભાઈ, જયાબેન તેમજ યોગ ટ્રેનર સોનલબેન, નીમિશાબેન, પિન્કીબેન, દિપીકાબેન, નયનાબેન વગેરે ભાઇ બહેનો એ ડોર ટુ ડોર સર્વે કરી વધારેમા વધારે બહેનો જોડાય તેવી કામગીરી કરવામાં આવી હતી. ઘણી બહેનો એ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ કામગીરીને સમજીને યોગ ટ્રેનરની તાલીમ લેવા માટે પણ તૈયારી બતાવી હતી. કાર્યક્રમના અંતે કરો યોગ, રહો નીરોગના નારા સાથે કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો

Back to top button
error: Content is protected !!