વિજાપુર ખરોડ ગામે પશુ સારવાર કેમ્પ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના ખરોડ ગામે પશુ વંધત્વ રોગ પશુ જાતીય રોગ અંતર્ગત સારવાર નો કેમ્પ પશુ પાલન નિયામક ડો એસ.યુ પટેલ ની માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. જેમાં ૯૦ જેટલા પશુઓ ની સારવાર કરવા મા આવી હતી. જેમાં પશુ રોગ ને લગતા કૃમિનાશક દવાઓ ગર્ભ પરીક્ષણ કુત્રિમ બીજદાન તેમજ મેડીશિન સારવાર કરવા મા આવી હતી. આ સારવાર કેમ્પ મા પશુ પાલન કરતા ૩૨ જેટલા લાભાર્થીઓ એ લાભ લીધો હતો. ખરોડ જંત્રાલ ફ્લુ જેપૂર ના પશુ ધન નીરક્ષક પીજે ચૌધરી બીપી પટેલ આર.આઇ પટેલ એન. કે પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખરોડ ગ્રામપંચાયત દ્વારા સારવાર કેન્દ્ર ના બાબતે સવલત પુરી પાડી હતી. અને ૯૦ જેટલા જાતીય રોગ ગ્રસ્ત પશુઓની સારવાર કરવા મા આવી હતી.